ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હિમાચલ પ્રદેશ : ભારે વરસાદને કારણે ધર્મશાળામાં તારાજી સર્જાઈ - Dharmshala

એક તરફ દિલ્હી-NCRના લોકો વરસાદ માટે તરસી રહ્યા છે,ત્યારે બીજી તરફ દિલ્હીથી થોડા દુર હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં વરસાદનો કહેર સર્જી રહ્યો છે.

વરસાદ
હિમાચલ પ્રદેશ : ભારે વરસાદને કારણે ધર્મશાળામાં તારાજી સર્જાઈ

By

Published : Jul 12, 2021, 2:36 PM IST

Updated : Jul 12, 2021, 11:05 PM IST

  • ધર્મશાળમાં વરસાદને કારણે તારાજી સર્જાઈ
  • પૂરના કારણે અનેક મકાનો ધોવાયા
  • પાણીમાં પાર્કિંગમાં ઉભેલી ગાડીઓ ધોવાઈ

ધર્મશાળા: દેશમાં આ સમયે ચોમાસુ ક્યાક રોદ્ર સ્વરૂપ બતાવી રહ્યું છે તો ક્યાંક લોકો વરસાદની રાહ જોઈને બેઠા છે. હિમાચલ પ્રદેશના ધર્મશાળાથી આજે એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જેમા સ્પષ્ટપણ જોવા મળી રહ્યું છે કે વરસાદ કોઈને આબાદ પણ કરી શકે છે અને બરબાદ પણ કરી શકે છે.

ભારે વરસાદને કારણે ધર્મશાળામાં તારાજી સર્જાઈ

મકાનો ધોવાયા

ધર્મશાળામાં વરસાદ બાદ અચાનક પૂર આવ્યું હતું. આને કારણે અનેક સ્થળોએ મકાનો ધોવાઈ ગયા હતા, અનેક સ્થળોએ આવેલા વાહનો પણ ધોવાઈ ગયા હતા. રવિવારે મોડી રાતથી ધર્મશાળામાં ભારે વરસાદ પડી રહ્યો છે. અહીં ભગસૂનાગનું પાર્કિંગ પણ તળાવમાં ફેરવાઈ ગયું છે.

હિમાચલ પ્રદેશ : ભારે વરસાદને કારણે ધર્મશાળામાં તારાજી સર્જાઈ

ગાડીઓ વહી ગઈ

ધર્મશાળાનુ ભગસુનાગ ઝરણુ શહેરમાં કહેર વર્તાવી કહ્યું છે. ઉપરવાસમાં વરસાદના કારણે ઝરણુમાં પાણીનુ વહેણ વધ્યું હતુ. પાણીનો પ્રવાહ વધતા શહેરમાં ચારે તરફ પાણી પાણી થઈ ગયું હતું અને આ પ્રવાહમાં કેટલીય ગાડીઓ વહી ગઈ હતી.

આ પણ વાંચો : હૈદરાબાદમાં મેઘરાજાની મહેર, અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકો પરેશાન

નદીઓ વહી રહી છે બંન્ને કાઠે

બીજી તરફ, જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ હતી. અહીં ઘણા મકાનોને નુકસાન થયું છે, કાટમાળ ચારે બાજુ ફેલાઇ ગયો છે. વાદળ ફાટવાને કારણે નદીઓ બે કાઠે વહેતી થઈ છે અને વરસાદનો કહેર પણ સતત ચાલુ છે. વાદળ ફાટવાના કારણે અહીં ઘણા મકાનોને નુકસાન પહોંચ્યું છે, જ્યારે કેટલાક ગામોના લોકોને ઘર છોડીને બહાર આવવું પડ્યું હતું.

આ પણ વાંચો :મુંબઇમાં 4 માળની બિલ્ડિંગ ધરાશાયી થતા 11 લોકોના મોત, 8 ગંભીરરૂપથી ઇજાગ્રસ્ત

સ્થિતિ પર અમિતશાહે કર્યું ટ્વિટ

હિમાચલ પ્રદેશમાં વરસાદના પર અમિત શાહે ટ્વિટ કર્યું છે કે મેં મુખ્યપ્રધાન સાથે વાત કરી છે NDRFની રવાના કરી દેવામાં આવી છે. કેન્દ્ર તરફથી હિમાચલ પ્રદેશને તમામ મદદ કરવામાં આવશે.

Last Updated : Jul 12, 2021, 11:05 PM IST

ABOUT THE AUTHOR

...view details