શિમલાઃ હિમાચલમાં ચોમાસાનો વરસાદ આફત બનીને આવ્યો છે. વરસાદને કારણે રાજ્યમાં જાનહાની તેમજ જાનમાલને નુકસાન થયાના રીપોર્ટ છે. સતત ભારે વરસાદના કારણે રસ્તાઓ બંધ થઈ રહ્યા છે. જેના કારણે આસપાસના વિસ્તારને જોડતા હાઈવેને અસર પહોંચી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નાના મોટા થઈને 133 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેમાં મુખ્ય રસ્તા તેમજ હાઈવેનો સમાવેશ થાય છે. ભારે વરસાદને કારણે પીવાના પાણીની યોજનાઓ પણ પ્રભાવિત થઈ છે.
Himachal Pradesh Monsoon: આફતના વરસાદને કારણે હાઈવે સહિત 133 રસ્તા બંધ પાણી પુરવઠો ખોરવાયોઃભારે વરસાદને કારણે વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાઈ રહ્યો છે. જેની અસર પ્રજા પર સીધી રીતે પડી રહી છે. કેટલીક જગ્યાએ પાણી પહોંચાડવામાં આવી રહ્યું નથી. એક અંદાજ અનુસાર જલ શક્તિ વિભાગને અત્યાર સુધીમાં 127 કરોડનું નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. જલ શક્તિ વિભાગના 2044 પ્રોજેક્ટને વરસાદને માઠી અસર પહોંચી છે.
Himachal Pradesh Monsoon: આફતના વરસાદને કારણે હાઈવે સહિત 133 રસ્તા બંધ અનેક રસ્તામાં ભંગાણઃ રાજ્યમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર ખરાબ અસર પડી છે. ચોમાસાની શરૂઆતથી જ વરસાદને કારણે રાજ્યમાં સેંકડો રસ્તાઓને નુકસાન થયું છે. અવિરત વરસાદના કારણે રસ્તાઓ બંધ થઈ રહ્યા છે. વરસાદ બાદ ભૂસ્ખલનને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં 133 રસ્તાઓ બંધ થઈ ગયા છે. તેમાંથી સૌથી વધુ 88 રસ્તાઓ PWD શિમલા ઝોન હેઠળ બંધ છે. જ્યારે મંડી ઝોન હેઠળ પણ 25 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. હમીરપુર ઝોન અને કાંગડા ઝોન હેઠળ 10 રસ્તાઓ બંધ છે. રસ્તાઓ પુનઃસ્થાપિત કરવા માટે વહીવટીતંત્રે 112 મશીનો તૈનાત કર્યા છે.
Himachal Pradesh Monsoon: આફતના વરસાદને કારણે હાઈવે સહિત 133 રસ્તા બંધ પાણીના પ્રોજેક્ટને માઠીઃ જેમાંથી 1694 પ્રોજેક્ટ પીવાના પાણી માટે છે. જો કે જલ શક્તિ વિભાગ દ્વારા પીવાના પાણીની યોજનાઓ હંગામી ધોરણે પુનઃસ્થાપિત કરવામાં આવી છે, પરંતુ વરસાદને કારણે ઘણા પ્રોજેક્ટ્સમાં કાંપ આવી રહ્યો છે. જેના કારણે પાણી પુરવઠો ખોરવાઈ રહ્યો છે. આ વખતે વરસાદના કારણે વિભાગની 312 સિંચાઈ યોજનાઓ, 28 ગટર અને 10 અન્ય યોજનાઓને પણ નુકસાન થયું છે.
- West Bengal Panchayat Elections 2023: લોહિયાળ ચૂંટણી, બૂથ કેપ્ચરિંગથી લઈ બોંબમારા સુઘીની હિંસામાં 19 હોમાયા
- UP News: રાયબરેલીમાં તળાવમાં નાહવા પડેલા પાંચ બાળકોના ડૂબી જવાથી મોત