ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હિમાચલમાં સુખુ સરકારના 7 ધારાસભ્યો બન્યા પ્રધાન, રાજ્યપાલે લેવડાવ્યા શપથ

હિમાચલ પ્રદેશમાં પ્રધાનમંડળની રચના (Himachal cabinet ministers 2023) કરવામાં આવી છે. આજે એટલે કે રવિવીરે સવારે 10 વાગ્યે શિમલાના રાજભવનમાં 7 ધારાસભ્યોએ શપથ લેવડાવ્યા (7 MLAs took oath in Shimlas Raj Bhavan) હતા. પ્રધાન બનેલા ધારાસભ્યોમાં શિમલા ગ્રામીણના ધારાસભ્ય વિક્રમાદિત્ય સિંહ, કસુમપતિના ધારાસભ્ય અનિરુધ સિંહ, જાવલીના ધારાસભ્ય ચંદર કુમાર, શિલ્ઈના ધારાસભ્ય હર્ષવર્ધન ચૌહાણ અને કિન્નૌરના ધારાસભ્ય જગત સિંહ નેગીનો સમાવેશ થાય છે, જ્યારે પ્રધાનોના ત્રણ પદ હજુ પણ ખાલી છે.

હિમાચલમાં સુખુ સરકારના 7 ધારાસભ્યો બન્યા પ્રધાન, રાજ્યપાલે લેવડાવ્યા શપથ
હિમાચલમાં સુખુ સરકારના 7 ધારાસભ્યો બન્યા પ્રધાન, રાજ્યપાલે લેવડાવ્યા શપથ

By

Published : Jan 8, 2023, 2:23 PM IST

શિમલા: ચૂંટણી જીત્યાના એક મહિના બાદ હિમાચલમાં કેબિનેટની રચના (Himachal cabinet ministers 2023) કરવામાં આવી છે. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે આજે સવારે 10 વાગ્યે શિમલાના રાજભવનમાં સાત ધારાસભ્યોને પદના શપથ લેવડાવ્યા (7 MLAs took oath in Shimlas Raj Bhavan) હતા. મુખ્ય સચિવ પ્રબોધ સક્સેનાએ કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો:MLAને આનંદઃ સભ્યોના નિવાસ સ્થાનનો નક્શો તૈયાર, એક ફ્લોર પર 2 જ ફ્લેટ

પ્રધાનના ત્રણ પદ હજુ પણ ખાલી: ધનીરામ શાંડિલે સૌપ્રથમ શપથ લીધા હતા. આ પછી ચંદ્ર કુમારે બીજા સ્થાને મંત્રી પદના શપથ લીધા. ત્રીજા સ્થાને હર્ષવર્ધન ચૌહાણ, ચોથા સ્થાને જગત સિંહ નેગીએ મંત્રી તરીકે શપથ લીધા. રોહિત ઠાકુરે પાંચમા સ્થાને મંત્રી તરીકે શપથ લીધા. અનિરુદ્ધ સિંહે છઠ્ઠા સ્થાને અને વિક્રમાદિત્ય સિંહે સાતમા સ્થાને પદના શપથ લીધા. પ્રથમ યાદીમાં જ શિમલાને ત્રણ પ્રધાન મળ્યા (Shimla got three ministers in the first list) છે. તે જ સમયે, પ્રધાનના ત્રણ પદ હજુ પણ ખાલી છે.

આ પણ વાંચો:તારીખ 8-14 જાન્યુઆરી રાજ્યભર મહાનગરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

કેબિનેટ પ્રધાનનો દરજ્જો કોને મળશે: આ પહેલા મુખ્યપ્રધાન સુખવિંદર સિંહ સુખુએ 6 ધારાસભ્યોને મુખ્ય સંસદીય સચિવના શપથ લેવડાવ્યા (CM Sukhwinder Singh Sukhu administered oath 6 MLAs) હતા. તેમાંથી સુંદર સિંહ ઠાકુર, રામકુમાર ચૌધરી, મોહન લાલ બ્રક્ત, આશિષ બુટૈલ, કિશોરીલાલ, સંજય અવસ્થી અને રામકુમારે મુખ્ય સંસદીય સચિવ તરીકે શપથ લીધા હતા. શપથ ગ્રહણ સમારોહ બાદ મુખ્યપ્રધાન સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે, કેબિનેટની રચના પહેલા તરત જ CPSને તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાત્રે જ અધિકારીઓને આદેશ જારી કરવામાં આવ્યા હતા. જેના કારણે સીપીએસ બનેલા ધારાસભ્યોને તેમના પરિવારજનોને બોલાવવાનો મોકો પણ મળ્યો નથી. આ બધાને કેબિનેટ પ્રધાનનો દરજ્જો આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details