નવી દિલ્હી/રિયાધઃભારતમાં ચાલી રહેલા હિજાબ વિવાદમાં OIC (Organization of Islamic Cooperation) પણ કૂદી પડ્યું છે. ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનએ હિજાબ વિવાદ (Hijab controversy), ધાર્મિક સંસદ અને મુસ્લિમ મહિલાઓને ઓનલાઈન નિશાન બનાવવાના અહેવાલો પર ઊંડી ટિપ્પણી કરી છે. સંગઠનના મહાસચિવ હુસૈન ઈબ્રાહિમ તાહિરે સંયુક્ત રાષ્ટ્રને આ બાબતો અંગે જરૂરી પગલાં ભરવાની અપીલ કરી છે.
આ પણ વાંચો:Hijab Row in Rajkot: રાજકોટની મહિલાઓએ કહ્યું, હિજાબ મામલે અમે લડી લેવા તૈયાર