રાજકોટ: તાજેતરમાં જ કર્ણાટક હિજાબ મામલે વિવાદ (Karnataka hijab controversy) વકર્યો છે, જેને લઈને દેશમાં રાજકારણ ગરમાયુ છે, ત્યારે આ મામલે રાજકોટમાં ETV ભારતે મુસ્લીમ ,સમાજના અગ્રણીઓ સાથે વાતચીત કરી હતી. જેમાં તેમને પોતાના પ્રતિભાવ આપ્યા હતા.
Hijab Row in Rajkot: રાજકોટની મહિલાઓએ કહ્યું, હિજાબ મામલે અમે લડી લેવા તૈયાર આ પણ વાંચો:Karnataka hijab controversy: શાળા - કોલેજો ખોલવા પર કર્ણાટક હાઈકોર્ટનો આદેશ, ધાર્મિક પહેરવેશ પર પ્રતિબંધ
રાજકીય પાર્ટી પાસે બીજો કોઈ મુદ્દો નથી
સમગ્ર મામલે રાજકોટમાં સદર બજાર વિસ્તારમાં રહેતા મુસ્લિમ અગ્રણી હબીબભાઈએ જણાવ્યું હતું કે, જ્યારે દેશના અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી આવે છે, ત્યારે ધર્મ સાથે સંકળાયેલા આવા વિવાદો ઉભા કરવામાં આવે છે જે યોગ્ય નથી. હિજાબ એ અમારી ભારતીય સંસ્કૃતિ છે, જેના કારણે અમારા સમાજની મહિલાઓ અમારો પરંપરાગત પોષક પહેરે છે અને એમાં કઈ ખોટું નથી. પશ્ચિમી સંસ્કૃતિના પહેરવેશ સામે અમારા હિજાબ સારા છે. હિજાબ મહિલાઓનું આખું શરીર ઢાંકે છે.
ઇસ્લામ ધર્મમાં મહિલાઓનું પ્રતીક માનવામાં આવે છે હિજાબ
મુસ્લિમ મહિલા અગ્રણી હલીમાએ જણાવ્યું હતું કે, હિજાબ એ એવો પહેરવેશ છે, જેનાથી મહિલાઓનું આખું શરીર ઢંકાય છે. જ્યારે ઇસ્લામ ધર્મમાં હિજાબ શરુઆતથી જ પહેરવામાં આવે છે, આ સાથે જ દરવખતે ઇસ્લામ ધર્મમાં મહિલાઓનું પ્રતીક પણ હિજાબ (Hijab is the symbol of women in Islam)માનવામાં આવે છે, તો આ હિજાબના કારણે આ પ્રકારનો વિવાદ શા માટે કરવામાં આવે છે. તેમજ ભારતીયોની એકતા પર આવા મુદ્દે સલાવો ઉભા કરવામાં આવે છે.
આ પણ વાંચો:Hijab Controversy: SCએ કહ્યું, દરેકના બંધારણીય અધિકારોનું રક્ષણ થશે, યોગ્ય સમયે સુનાવણી કરાશે
અમે હિજાબ માટે લડવા તૈયાર
મહિલા અગ્રણી નજમા સુમરાએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હિજાબ મામલે વિવાદ થયો છે તે તદ્દન ખોટો છે. જ્યારે ભારતમાં વિવિધ ધર્મના લોકો વસે છે અને તમામ ધર્મના લોકો તેમના ધર્મને અનુસાર પોતાનો પોશાક પહેરતા હોય છે, એવી રીતે અમે પણ અમારા ધર્મના રીતરિવાજો મુજબ પહેરવેશ પહેરીએ છીએ. અમારા પહેરવેશ અંગે આટલો વિવાદ કેમ ? અમે પણ હિજાબ માટે લડવા તૈયાર (Ready to fight for hijab) છીએ.