બેંગલુરુ: કર્ણાટક સરકારે શુક્રવારે કહ્યું કે હિજાબ વિવાદને (Hijab Row) પગલે રાજ્યની ઉચ્ચ શિક્ષણ યુનિવર્સિટીઓ અને કોલેજોની રજાઓની જાહેરાત 16 ફેબ્રુઆરી સુધી (Colleges closed in Karnataka till February 16 ) લંબાવવામાં આવી છે. રાજ્યના ઉચ્ચ શિક્ષણપ્રધાન સીએન અશ્વથ નારાયણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પરીક્ષાઓ, સમયસર લેવામાં આવશે અને ઑનલાઇન વર્ગો હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.
સાવચેતીના ભાગરુપે રજાઓ લંબાવવામાં આવી
અગાઉ, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણપ્રધાન બીસી નાગેશ અને ગૃહપ્રધાન અરાગા જ્ઞાનેન્દ્રએ સંકેત આપ્યો હતો કે પ્રી-યુનિવર્સિટી અને ડિગ્રી (ઉચ્ચ શિક્ષણ) કોલેજો ફરીથી ખોલવા અંગેનો નિર્ણય 14 ફેબ્રુઆરીએ લેવામાં આવશે. નારાયણે કહ્યું કે હિજાબ વિવાદને (Hijab Row) ધ્યાનમાં રાખીને ડિપાર્ટમેન્ટ ઓફ કોલેજિયેટ એન્ડ ટેકનિકલ એજ્યુકેશન (DCTE) એ 9 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી સંસ્થાઓ બંધ રાખવાની જાહેરાત કરી હતી, પરંતુ હવે વધુ સાવચેતીના ભાગરુપે રજાઓ લંબાવવામાં આવી છે. તેમણે કહ્યું કે આ રજાઓ સરકારી, અનુદાનિત, અનુદાનિત ડિગ્રી કોલેજો, ડિપ્લોમા અને એન્જિનિયરિંગ કોલેજો માટે લાગુ પડે છે. સરકારે ગુરુવારે 14મી ફેબ્રુઆરીથી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે ધોરણ 10 સુધીના વર્ગો અને ત્યારબાદ પ્રી-યુનિવર્સિટી અને ડિગ્રી કોલેજો માટે ફરીથી વર્ગો શરૂ કરવાનો નિર્ણય લીધો હતો.
આ પહેલાં 9મી ફેબ્રુઆરીએ 3 દિવસની રજાઓ જાહેર થઇ હતી
કર્ણાટક હાઈકોર્ટે તેના વચગાળાના આદેશમાં અગાઉ (Order of Karnataka High Court in Hijab case) રાજ્ય સરકારને શૈક્ષણિક સંસ્થાઓ ફરીથી ખોલવા અને કેસરી શાલ, સ્કાર્ફ, હિજાબ અને કોઈપણ ધાર્મિક ધ્વજ પહેરેલા તમામ વિદ્યાર્થીઓને હિજાબ સંબંધિત (Hijab Row) તમામ અરજીઓ પર વર્ગખંડમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવા જણાવ્યું હતું. રાજ્યના વિવિધ ભાગોમાં હિજાબના વિવાદની તીવ્રતા વધતાં સરકારે રાજ્યની તમામ હાઈસ્કૂલ અને કોલેજોમાં 9 ફેબ્રુઆરીથી ત્રણ દિવસની રજા જાહેર કરી હતી.