ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Hijab Row : કર્ણાટક હાઈકોર્ટમાં કેસની સુનાવણી આગળ ચાલશે, એક શહેરમાં ધારા 144 લાગુ

કર્ણાટક હિજાબ કેસમાં હાઈકોર્ટ આજે ફરી સુનાવણી કરશે. આ મામલે મહત્વનો નિર્ણય આવે તેવી શક્યતા છે. હિજાબ વિવાદ (Hijab Row ) ઉડુપીની એક સરકારી કોલેજથી શરૂ થયો હતો, જ્યાં મુસ્લિમ છોકરીઓને હિજાબ પહેરવાથી રોકવામાં આવી હતી.

Hijab Row : કર્ણાટક હાઈકોર્ટમાં કેસની સુનાવણી આગળ ચાલશે, એક શહેરમાં ધારા 144 લાગુ
Hijab Row : કર્ણાટક હાઈકોર્ટમાં કેસની સુનાવણી આગળ ચાલશે, એક શહેરમાં ધારા 144 લાગુ

By

Published : Feb 14, 2022, 3:46 PM IST

બેંગલુરુઃ હાઈકોર્ટમાં કર્ણાટક હિજાબ કેસની (Hijab Row ) સુનાવણી 14 ફેબ્રુઆરી એટલે કે આજે ફરીથી થશે. જાણકારી અનુસાર સુનાવણી દરમિયાન કોર્ટ સ્કૂલ અને કોલેજોમાં ધાર્મિક ડ્રેસ કોડને લઈને પોતાનો નિર્ણય આપી શકે છે. આ પહેલા 10 ફેબ્રુઆરીએ થયેલી સુનાવણીમાં (Hearing on hijab case in karnataka high court) કોર્ટે આગામી આદેશ સુધી શાળાઓ અને કોલેજોમાં હિજાબ અને અન્ય ધાર્મિક વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સાથે હાઈકોર્ટે શાળા-કોલેજો ખોલવાનો આદેશ આપ્યો હતો.

14મીથી શાળાઓ ખોલવામાં આવી

કર્ણાટકના જુદા જુદા ભાગોમાં હિજાબના વિરોધમાં અને તેના સમર્થનમાં વિરોધ તીવ્ર થતાં સરકારે 9 ફેબ્રુઆરીથી રાજ્યની તમામ હાઈસ્કૂલ અને કોલેજો માટે ત્રણ દિવસની રજાજાહેર કરી હતી. કોર્ટના આદેશ પર 10 ફેબ્રુઆરીએ સરકારે ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે 14 ફેબ્રુઆરીથી શાળાઓ ફરીથી ખોલવાનો નિર્ણય લીધો હતો.

મેંગલુરુમાં ધારા 144 લાગુ કરાઈ

મેંગલુરુ જિલ્લા પ્રશાસને જિલ્લાની હાઈસ્કૂલની આસપાસના 200 મીટર વિસ્તારમાં કલમ 144 લાગુ કરી છે. કર્ણાટકમાં હિજાબ-કેસર શાલ વિવાદને (Hijab Row )પગલે સાવચેતીભર્યું પગલું લેવામાં આવ્યું છે. આ ઓર્ડર સોમવારે (14.02.22) સવારે 6.00 વાગ્યાથી શનિવારે (19.02.22) સાંજે 6.00 વાગ્યા સુધી અમલમાં રહેશે.

રેલી પ્રદર્શનો પર સખત પ્રતિબંધ

આ દરમિયાન જિલ્લા પ્રશાસને રેલીઓ, સરકારી કચેરીઓ સામે વિરોધ પ્રદર્શન વગેરે પર સખત પ્રતિબંધ મૂક્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. કારણ કે શાળાઓ ખુલી છે અને કોલેજો 16 ફેબ્રુઆરીથી ફરી શરૂ થવાની સંભાવના છે. ઉડુપીમાં શાળાઓની આસપાસ કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ આદેશ 14 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યાથી 19 ફેબ્રુઆરીના રોજ સાંજે 6 વાગ્યા સુધી લાગુ રહેશે.

વિરોધ પ્રદર્શનો પર સખત પ્રતિબંધ

સોમવારથી શાળાઓ ફરીથી ખોલવા સાથે આ પગલાંને સાવચેતીના પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે હિજાબ-કેસરી શાલ વિવાદને પગલે શાળાઓમાં રજા જાહેર કરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષકે ડેપ્યુટી કમિશનર એમ કુર્મા રાવને હાઇસ્કૂલોની આસપાસ 200 મીટરની ત્રિજ્યામાં કલમ 144 લાગુ કરવા વિનંતી કરી હતી. આદેશ અનુસાર શાળાઓની આસપાસના આ વિસ્તારમાંં પાંચ કે તેથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ રહેશે. દેખાવો અને રેલીઓ પર પ્રતિબંધ રહેશે. સૂત્રોચ્ચાર કરવા, ગીતો ગાવા કે ભાષણ આપવા પર કડક પ્રતિબંધ રહેશે.

આ પણ વાંચોઃ karnataka Hijab Controversy: શાળાઓ અને કોલેજોમાં યુનિફોર્મ જરૂરી, નહિ તો કાલે ઉઠીને નાગા સાધુઓ પણ લઈ શકે છે કોલેજોમાં પ્રવેશ

કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને આ વાત કહી

કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને શનિવારે હિજાબ વિવાદને (Hijab Row )કાવતરું ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તે પસંદગીની બાબત નથી પરંતુ સવાલ એ છે કોઈ વ્યક્તિ સંસ્થાના નિયમો, ડ્રેસ કોડનું પાલન કરશે કે નહીં. કર્ણાટકમાં આ મુદ્દા પરના વિવાદ પર પ્રતિક્રિયા આપતાં તેમણે નવી દિલ્હીમાં પત્રકારોને કહ્યું કે "કૃપા કરીને તેને વિવાદ તરીકે ન લો... આ એક કાવતરું છે. ખાને કહ્યું, "મુસ્લિમ છોકરીઓ દરેક જગ્યાએ "ખૂબ સારું" કરી રહી છે અને તેથી જ તેમને પ્રોત્સાહનની જરૂર છે. તેમને નીચે ધકેલવાની જરૂર નથી. "તે (હિજાબ પહેરવું) પસંદગીનો પ્રશ્ન નથી, પરંતુ જો તમે કોઈપણ સંસ્થામાં જોડાઈ રહ્યા હોવ તો તમે નિયમો, શિસ્ત અને ડ્રેસ કોડનું પાલન કરશો કે કેમ તે પ્રશ્ન છે. કેરળના રાજ્યપાલે એક દિવસ પહેલાં કહ્યું હતું કે જો ઇસ્લામના ઇતિહાસ પર નજર કરવામાં આવે તો મહિલાઓએ બુરખો પહેરવાનો ઇનકાર કર્યો હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. જો કે તેણે પોતાનો અભિપ્રાય ખુલ્લેઆમ વ્યક્ત કર્યો ન હતો, પરંતુ પોતાનો મુદ્દો સ્પષ્ટ કરવા માટેે એક યુવતીની વાર્તા કહી હતી જે પયગંબરના સંબંધી હોવાનું કહેવાય છે.

આ પણ વાંચોઃ Karnataka Hijab Controversy: હિજાબ વિવાદ પર પાકિસ્તાન અને અમેરિકાનો ચંચુપાત, ભારતની સ્પષ્ટ વાત

ઉડુપીથી શરુ થયો હતો વિવાદ

કર્ણાટકમાંહિજાબનો વિવાદ (Hijab Row ) ઉડુપીની એક સરકારી કોલેજથી શરૂ થયો હતો. જ્યાં મુસ્લિમ છોકરીઓને હિજાબ પહેરવાથી રોકવામાં આવી હતી. સ્કૂલ મેનેજમેન્ટે તેને યુનિફોર્મ કોડ વિરુદ્ધ ગણાવ્યું હતું. આ પછી વિવાદ અન્ય શહેરોમાં પણ ફેલાઈ ગયો. મુસ્લિમ યુવતીઓ આનો વિરોધ કરી રહી છે, જેની સામે હિંદુ સંગઠનો સાથે જોડાયેલા યુવકોએ પણ કેસરી શાલ પહેરીને વિરોધ શરૂ કર્યો. વિરોધ એક કોલેજમાં ઉગ્ર બની ગયો હતો ત્યારે પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો.

ABOUT THE AUTHOR

...view details