કર્ણાટક: હમ્પનકટ્ટા યુનિવર્સિટી કોલેજની પાંચ મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ હિજાબ પહેરીને ક્લાસમાં જવાની પરવાનગી નકાર્યા બાદ કોલેજ પ્રશાસન પાસેથી ટ્રાન્સફર સર્ટિફિકેટ(5 GIRL STUDENTS SEEK TRANSFER CERTIFICATES) માંગ્યું છે. પ્રિન્સિપાલ અનુસુયા રાયે પુષ્ટિ કરી છે કે, પાંચ વિદ્યાર્થીઓએ અન્ય કોલેજોમાં જોડાવા માટે ટ્રાન્સફર સર્ટિફિકેટ માટે અરજી કરી(Application for Transfer Certificate) છે. જો કે, તેમને અન્ય પત્રમાં કેટલાક સુધારા કરવા માટે કહેવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો - હિજાબ બાદ હવે આ બાબતનો કરવામાં આવી રહ્યો વિરોધ
ટ્રાન્સફર સર્ટિફિકેટની માગણી કરાઇ - છોકરીઓ પત્ર સબમિટ કર્યા પછી કોલેજ મેનેજમેન્ટ સર્ટિફિકેટ આપવાનો નિર્ણય લેશે. મુલ્યાંકન કાર્યને કારણે સોમવારથી અંડરગ્રેજ્યુએટ કોર્સનું શિક્ષણ ઓનલાઈન શિફ્ટ કરવામાં આવ્યું છે. થોડા વિદ્યાર્થીઓને છોડીને, કોલેજમાં અભ્યાસ કરતા 44 મુસ્લિમ વિદ્યાર્થીઓમાંથી મોટાભાગનાએ માર્ગદર્શિકા અનુસાર વર્ગોમાં હાજરી આપી હતી.
હિજાબ મામલો ફરી બિચકાયો - બીજા PUC પરિણામ જાહેર થયા પછી આ અઠવાડિયાથી UG કોર્સમાં પ્રવેશ શરૂ થશે. મેંગલુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પી.એસ. યાદપાદિત્યએ અગાઉ જાહેરાત કરી હતી કે યુનિવર્સિટી હિજાબના નિયમ અંગે અન્ય કોલેજોમાં જોડાવા ઈચ્છતી મુસ્લિમ છોકરીઓ માટે વિશેષ જોગવાઈઓ કરશે. મેંગલુરુ શહેરની યુનિવર્સિટી કોલેજમાં અભ્યાસ કરતા સેંકડો વિદ્યાર્થીઓએ 26મી મેના રોજ મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરીને વર્ગોમાં જવા દેવાના વિરોધમાં વર્ગોનો બહિષ્કાર કર્યો હતો.