નવી દિલ્હીઃ કર્ણાટકના હિજાબ વિવાદમાં (Karnataka Hijab Controversy) નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈ બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ (Priyanka Gandhi Vadra tweeted on hijab controversy) ટ્વીટ કર્યું છે. તેણે ટ્વિટર પર લખ્યું કે, 'બિકીની હોય, બુરખો હોય, જીન્સની જોડી હોય કે હિજાબ હોય, તે શું પહેરવા માંગે છે તે નક્કી કરવાનો અધિકાર મહિલાનો છે. ભારતીય બંધારણમાં તેમને આ અધિકારની ખાતરી આપવામાં આવી છે.
હિજાબ વિવાદ વધુ ઘેરો બન્યો
કર્ણાટકમાં હિજાબનો વિવાદ સૌપ્રથમ જાન્યુઆરીમાં સામે આવ્યો હતો. જ્યારે ઉડુપી જિલ્લાની મહિલા સરકારી પ્રી-યુનિવર્સિટી કોલેજની 6 મુસ્લિમ છોકરીઓને હિજાબ પહેરવા બદલ વર્ગોમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પછી 5 ફેબ્રુઆરીએ કર્ણાટક સરકારે આદેશ જારી કર્યો હતો કે, વિદ્યાર્થીઓએ કોલેજ વિકાસ સમિતિ અથવા કોલેજોના વહીવટી બોર્ડની અપીલ સમિતિ દ્વારા નિર્ધારિત ડ્રેસ પહેરવો પડશે. તેના પર ઘણી મુસ્લિમ વિદ્યાર્થિનીઓ પોતાનો બંધારણીય અધિકાર જણાવતા હિજાબ પહેરીને કોલેજ આવતી રહી હતી. તેના જવાબમાં હિન્દુ સંગઠનોના વિદ્યાર્થીઓ ભગવા ખેસ પહેરીને કોલેજમાં આવવા લાગ્યા હતા. રાજ્યની ઘણી કોલેજોમાં હિજાબ વિવાદ વધુ ઘેરો બન્યો હતો. મંગળવારે ઉડુપી જિલ્લાના મણિપાલમાં મહાત્મા ગાંધી મેમોરિયલ કૉલેજમાં તણાવ વધી ગયો જ્યારે કેસરી શાલ અને હિજાબ પહેરેલી છોકરીઓના બે જૂથોએ એકબીજા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ પણ વાંચો:Karnataka Hijab Controversy: હાઈકોર્ટે કહ્યું, ભાવનાથી નહીં અમે કાયદાથી ચાલીશું
વિવાદને કારણે કર્ણાટકમાં શાળા-કોલેજો ત્રણ દિવસ માટે બંધ