ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Mallikarjun Kharge: મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું, મધ્યપ્રદેશમાં દલિતો સામે સૌથી વધુ ગુના - Madhya Pradesh Mallikarjun Kharge

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ સરકાર પર નિશાન સાધતા મધ્યપ્રદેશના છતરપુરમાં દલિત આદિવાસી સાથેની ઘટના અંગે કહ્યું કે, મધ્યપ્રદેશમાં આદિવાસીઓ પર સૌથી વધુ ગુનાઓ થયા છે. આ સાથે તેમણે સરકાર પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે. જોકે અત્યારે તમામ નેતાઓ કોઇ પણ બનાવ અંગ તરત જ પોતાનું મંતવ્ય જણાવી દે છે. જયારે ચૂંટણી આવવાની ના હોય ત્યારે કોઇ નેતાઓ નજરે ચડતા નથી. હાલ તો મધ્યપ્રદેશના છતરપુરમાં દલિત આદિવાસીને લઇને મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

મધ્યપ્રદેશમાં દલિતો સામે સૌથી વધુ ગુના! મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું, કડક કાર્યવાહીની માંગ કરી
મધ્યપ્રદેશમાં દલિતો સામે સૌથી વધુ ગુના! મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું, કડક કાર્યવાહીની માંગ કરી
author img

By

Published : Jul 24, 2023, 3:56 PM IST

ભોપાલ: લોકસભાની ચૂંટણીને લઇને તમામ વિરોધ પક્ષ તૈયાર છે. ત્યારે દરેક પક્ષના કદાવર નેતા પણ રાજનિતીના મેદાનમાં આવી રહ્યા છે. ત્યારે મલ્લિકાર્જુન ખડગે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. જેમાં મધ્યપ્રદેશના છતરપુરમાં દલિત આદિવાસી સાથેનીની ઘટનાને લઇને પ્રહારો કર્યો છે. મલ્લિકાર્જુન ખડગે વિરોધ કરતા કહ્યું કે કડક કાર્યવાહી કરવામાં આવે અને દલિત આદિવાસીને ન્યાય મળે.

વિવિધ વર્ગોને મદદ: મધ્યપ્રદેશમાં, રાજકીય પક્ષો આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને વિવિધ વર્ગોને મદદ કરવામાં વ્યસ્ત છે. દલિતો અને આદિવાસીઓની ઘટનાઓને લઈને સતત આરોપ-પ્રત્યારોપ થઈ રહ્યા છે, આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ છતરપુરમાં આદિવાસી દલિતની મારપીટના મામલાને લઈને ટ્વિટ કરીને ભાજપ પર પ્રહારો કર્યા છે. ખડગેએ કહ્યું છે કે "એક મહિનામાં, રાજ્યમાં માનવતાને શરમાવે તેવી બીજી દર્દનાક ઘટના બની છે."

13 ઓગસ્ટે સાગર પહોંચશેઃ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 13 ઓગસ્ટે સાગરમાં રેલી કરવા જઈ રહ્યા છે, તેઓ સાગરમાં એક મોટી રેલી કરશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સાગર પહોંચી રહ્યા છે, PM મોદી સાગરમાં સંત રવિદાસ મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન કરીને શિલાન્યાસ કરશે, આ મંદિર લગભગ 100 કરોડના ખર્ચે બની રહ્યું છે. આ મંદિરના નિર્માણ માટે માટી અને પાણી સંગ્રહ અને જનજાગૃતિ અભિયાન કરવામાં આવી રહ્યું છે.

સૌથી વધુ અપરાધો:મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કર્યું છે કે "એક મહિનામાં, મધ્યપ્રદેશમાં દલિત-આદિવાસી અત્યાચારની બીજી ખૂબ જ નિંદનીય અને પીડાદાયક ઘટના બની છે. જે માનવતા માટે શરમજનક છે. NCRB રિપોર્ટ 2021 મુજબ, ભાજપ શાસિત મધ્ય પ્રદેશમાં આદિવાસી વિરુદ્ધ અપરાધના સૌથી વધુ રેટ છે. આદિવાસી વિરુદ્ધ સૌથી વધુ અપરાધ આચરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગના લોકો દાયકાઓથી ભાજપના કુશાસન હેઠળ અપમાન પી રહ્યા છે, ભાજપનું સબકા સાથ માત્ર દેખાડા નારા અને જાહેરાતોમાં પીઆર સ્ટંટ બની ગયું છે. અમે માંગ કરીએ છીએ કે છતરપુર જિલ્લામાં બનેલી આ ઘટના પર સખત કાર્યવાહી કરવામાં આવે."

  1. RAHUL GANDHI : દેશ માટે લડી રહ્યા છે રાહુલ ગાંધી, કોંગ્રેસના નેતાઓ તેમને સમર્થન આપવા પહોંચી રહ્યા છે: ખડગે
  2. Mallikarjun Kharge in Parliament: ખડગેએ ગુજરાત મોડલને લઈ ઉઠાવ્યા સવાલ, 'કુપોષણમાં ગુજરાતની હાલત ખરાબ'

ABOUT THE AUTHOR

...view details