ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Higher Education in India : ભારતમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ એ શું સ્વપ્ન જ છે ? રાષ્ટ્રીય શિક્ષણ દિવસ નિમિત્તે ગહન વિચાર - Higher Education Access

આજે રાષ્ટ્રીય શિક્ષણ દિવસના ઉપલક્ષમાં ભારતમાં શિક્ષણની સ્થિતિના કેટલાક પાસાંઓ પર ગહન વિચાર કરવાની તક છે. ભારતના પ્રથમ શિક્ષણપ્રધાન તરીકે મૌલાના અબુલ કલામ આઝાદે જે પ્રકારે શિક્ષણ સંકલ્પના દર્શાવી હતી તે માનદંડમાં દેશ આજે ક્યાં છે તેના પર સૂર્યદ્રષ્ટિ કરી રહ્યાં છે એનવીઆર જ્યોતિ કુમાર, જેઓ મિઝોરમ સેન્ટ્રલ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સમાં પ્રોફેસર છે.

Higher Education in India : ભારતમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ એ શું સ્વપ્ન જ છે ? રાષ્ટ્રીય શિક્ષણ દિવસ નિમિત્તે ગહન વિચાર
Higher Education in India : ભારતમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ એ શું સ્વપ્ન જ છે ? રાષ્ટ્રીય શિક્ષણ દિવસ નિમિત્તે ગહન વિચાર

By ETV Bharat Gujarati Team

Published : Nov 11, 2023, 6:43 PM IST

રાષ્ટ્રીય શિક્ષણ દિવસના મૂળીયાંં ભારતના ઈતિહાસના પ્રકાશમાન મૌલાના અબુલ કલામ આઝાદના જીવન અને યોગદાનમાં પડેલાં છે. મૌલાના અબુલ કલામ આઝાદ, 11 નવેમ્બર, 1888 ના રોજ જન્મેલા એક અગ્રણી સ્વતંત્રતા સેનાની, કટ્ટર રાષ્ટ્રવાદી અને સ્વપ્નદ્રષ્ટા શિક્ષણશાસ્ત્રી હતા. તેઓ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં અગ્રણીઓમાંના એક વ્યક્તિ હતાં, અને શિક્ષણના હેતુ માટે તેમની પ્રતિબદ્ધતા અપ્રતિમ હતી. તેઓ દ્રઢપણે માનતા હતા કે શિક્ષણ એ સૌથી શક્તિશાળી શસ્ત્ર છે જેનો ઉપયોગ સમાજમાં પરિવર્તન લાવવા અને જનતાના સશક્તિકરણ માટે થઈ શકે છે.

ભારતના પ્રથમ શિક્ષણપ્રધાન તરીકે મૌલાના અબુલ કલામ આઝાદે દેશની આધુનિક શિક્ષણ પ્રણાલીનો પાયો નાખ્યો હતો. તેમના અથાક પ્રયત્નોથી યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IITs) ની સ્થાપના થઈ છે. આ વર્ષે રાષ્ટ્રીય શિક્ષણ દિવસની થીમ છે “ ટકાઉ શિક્ષણ માટે નવીન શિક્ષણ ભવિષ્ય.” આ 2030 સુધીમાં "સમાવિષ્ટ અને સમાન ગુણવત્તાયુક્ત શિક્ષણ અને બધા માટે આજીવન શિક્ષણની તકોને પ્રોત્સાહન " હાંસલ કરવાના ચોથા ટકાઉ વિકાસ લક્ષ્યને અનુરૂપ છે.

કોવિડ-19 ની શરૂઆત પહેલાં જ વિશ્વ તેના શિક્ષણ લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં ધીમું ચાલી રહ્યું હતું. એક આંકડાને ટાંકતું વિશ્લેષણ દર્શાવે છે કે પ્રાથમિક શાળાના બાળકોમાં 2015-19 દરમિયાન વૈશ્વિક શિક્ષણ સ્તરે કોઈ પ્રગતિ જોવા મળી નથી. જો કોઈ વધારાના પગલાં લેવામાં નહીં આવે તો છમાંથી માત્ર એક જ દેશ SDG4 ને પહોંચી વળશે અને 2030 સુધીમાં ગુણવત્તાયુક્ત શિક્ષણની સાર્વત્રિક પહોંચ હાંસલ કરશે. અંદાજે 8.4 કરોડ (84 મિલિયન) બાળકો અને યુવાનો હજુ પણ શાળા શિક્ષણથી વંચિત છે અને અંદાજિત 30 કરોડ (300) મિલિયન) વિદ્યાર્થીઓ પાસે જીવનમાં સફળ થવા માટે જરૂરી મૂળભૂત સંખ્યા અને સાક્ષરતા કૌશલ્ય હજુ પણ નહીં હોય.

મૂળભૂત શાળા માળખાકીય સુવિધાઓ સર્વસમાવેશકથી દૂર છે. વૈશ્વિક સ્તરે લગભગ 25% પ્રાથમિક શાળાઓમાં પાયાની સેવાઓ જેવી કે વીજળી, પીવાનું પાણી અને પાયાની સ્વચ્છતા સુવિધાઓની ઍક્સેસ નથી. અન્ય સુવિધાઓ જેમ કે કોમ્પ્યુટર અને વિકલાંગતા અપનાવેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જોગવાઈનો ઉલ્લેખ કરવાની જરૂર નથી. SDG4 પહોંચાડવા માટે શિક્ષણ પ્રણાલીની પુનઃકલ્પના કરવી જોઈએ અને શિક્ષણ ક્ષત્રમાં ધીરાણ એ પ્રાથમિકતાનું રાષ્ટ્રીય રોકાણ બનવું જોઈએ.

વિશ્વની બીજી સૌથી મોટી સિસ્ટમ, પરંતુ... ( રાસિલો ઘનમ, વાસિલો અધમમ! ) ભારત હવે વિશ્વની બીજી સૌથી મોટી ઉચ્ચ શિક્ષણ પ્રણાલી ધરાવતો દેશ છે, જેમાં 1,100 યુનિવર્સિટીઓ સહિત 56,000 થી વધુ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ (HEIs) માં 4.3 કરોડ (43 મિલિયન) વિદ્યાર્થીઓ છે. જો કે, જ્યાં સુધી ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (GER) નો સંબંધ છે ત્યાં સુધી આપણા દેશમાં ચારમાંથી માત્ર એક જ યુવાનને ઉચ્ચ શિક્ષણ માટે કોલેજમાં જવાની તક મળી રહી છે.

નેશનલ એજ્યુકેશન પોલિસી ( NEP ) 2020 ના પ્રશંસનીય ઉદ્દેશોમાંનું એક 2035 સુધીમાં GER ને 50 ટકા સુધી બમણું કરવાનો છે. વધુમાં ભારત વૈશ્વિક સ્તરે ચીન પછી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો બીજો સૌથી મોટો સ્ત્રોત છે. 2017 થી 2022 સુધીમાં 13 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ગયાં હતાં. યુએસ સૌથી લોકપ્રિય દેશ છે જે 4.65 લાખ વિદ્યાર્થીઓ ખેંચી ગયો છે, ત્યારબાદ કેનેડા (1.83 લાખ વિદ્યાર્થીઓ), યુએઇ (1.64 લાખ વિદ્યાર્થીઓ) અને ઓસ્ટ્રેલિયા (1 લાખ વિદ્યાર્થીઓ) ઉચ્ચ અભ્યાસ માટે ગયાં છે.

ભારતીય વિદ્યાર્થીઓ હવે વૈશ્વિકસ્તરે 240થી વધુ દેશોમાં અભ્યાસ કરે છે. ઉઝબેકિસ્તાન, ફિલિપાઇન્સ, રશિયા, આયર્લેન્ડ અને કિર્ગિસ્તાન જેવા દેશો રસ મેળવી રહ્યા છે. એકંદરે, 11.30 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ હાલમાં વિદેશી કોલેજોમાં અભ્યાસ કરી રહ્યા છે. બીજી બાજુ, 2021 માં ભારતમાં માત્ર 48,000 વિદેશી રાષ્ટ્રીય વિદ્યાર્થીઓ નોંધાયા હતાં જેમાં પડોશી દેશોમાંથી આવતા વિદ્યાર્થીઓની સૌથી વધુ સંખ્યા હતી. તેનો અર્થ એ છે કે ભારત હજુ પણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આકર્ષવામાં પ્રારંભિક તબક્કે છે, જે એ હકીકત દ્વારા પ્રતિબિંબિત થાય છે કે 45 લાખ (4.5 મિલિયન) આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંથી, ફક્ત 0.6 ટકા ભારતને પસંદ કરે છે. તે વિદ્યાર્થીઓએ પણ કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા અને દિલ્હી જેવા રાજ્યોમાં સ્થિત મુઠ્ઠીભર HEI ને પ્રાધાન્ય આપ્યું છે અન્ય કોઇ રાજ્યને નહીં.

આ પૃષ્ઠભૂમિમાં NEP દેશની ઉચ્ચ નિયમનકારી અમલદારશાહી અને મોટા પ્રમાણમાં બંધ શૈક્ષણિક પ્રણાલીને વિશ્વ સમક્ષ ખોલવાનું વચન આપે છે. 2022માં, યુજીસીએ કેટલીક પાત્ર વિદેશી સંસ્થાઓ ( બંને ટોચની 500 યુનિવર્સિટીઓ અને અન્ય વિદેશી સંસ્થાઓ ) ને ભારતમાં કેમ્પસ સ્થાપવાની મંજૂરી આપવા માટે આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રો ઓથોરિટી (આંતરરાષ્ટ્રીય શાખા કેમ્પસ અને ઓફશોર એજ્યુકેશન સેન્ટર્સની સ્થાપના અને સંચાલન) અંગે નિયમો જારી કર્યા. પ્રાથમિક શિક્ષણથી જ સમગ્ર શિક્ષણ પ્રણાલીને સુધાર્યા વિના દેશમાં ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા વધારવા માટે આ માપદંડ કેવી રીતે ઇકોસિસ્ટમમાં સુધારો કરશે તે સ્પષ્ટ નથી.

જંગી ગુણવત્તા વધારવાની જરૂર છે તાજેતરના 2024 ટાઈમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ મુજબ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc), ભારતમાં ટોચની 600માં માત્ર ચાર યુનિવર્સિટીઓ છે, અન્ના યુનિવર્સિટી, જામિયા મિલિયા ઈસ્લામિયા, મહાત્મા ગાંધી યુનિવર્સિટી (કેરળ) , અને શૂલિની યુનિવર્સિટી. જો કે 91 ભારતીય યુનિવર્સિટીઓની વધેલી સંખ્યા આ વખતે રેન્કિંગમાં સામેલ થવા માટે લાયક હતી, તે યાદીમાં ઘણી નીચે છે. ગુણવત્તાના ધોરણોના દૃષ્ટિકોણથી ભારતની ઉચ્ચ શિક્ષણ પ્રણાલી અત્યંત અસંગત અને એકતરફી છે. એક બાજુ ભારતમાં IITs, IIMs (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ) અને કેટલીક સંશોધન સંસ્થાઓ જેવી કેટલીક અગ્રણી વિશિષ્ટ સંસ્થાઓ છે. જે ભારતમાં કેટલીક ઉત્કૃષ્ટ કેન્દ્રીય અને રાજ્ય યુનિવર્સિટીઓ છે અને બહુ ઓછી પ્રથમ ક્રમાંકિત ખાનગી અથવા 'યુનિવર્સિટીઝ તરીકે ગણવામાં આવે છે'. કુલ મળીને આવા HEI હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ કુલ સંખ્યાના 10 ટકા પણ નથી.

બીજી બાજુ, આપણી પાસે અસંખ્ય HEI છે જેમની શિક્ષણની ગુણવત્તા હંમેશા શંકાસ્પદ હોય છે, સિવાય કેકોઇ અપવાદ હોય. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF), 2016 થી દેશમાં HEI નું પાંચ પરિમાણોના આધારે મૂલ્યાંકન કરી રહ્યું છે. 2023 નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક રેન્કિંગમાં, માત્ર 5,543 અથવા 12 ટકા સંસ્થાઓએ રેન્કિંગ માટે ભાગ લીધો હતો. ઓલ ઈન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશન (AISHE) ડેટા દર્શાવે છે કે ભારતમાં 43 ટકા યુનિવર્સિટીઓ અને 61 ટકા કોલેજો ગ્રામીણ વિસ્તારોમાં આવેલી છે. NIRF હેઠળની ટોચની 100 કોલેજોની યાદી ગ્રામીણ વિસ્તારોમાંની કોલેજોની નહિવત્ હાજરી દર્શાવે છે.

તેવી જ રીતે જે રાજ્યોમાં મોટી સંખ્યામાં કોલેજો છે તે ઉચ્ચ-ગુણવત્તાવાળી કોલેજોની સંખ્યામાં પાછળ છે. ઉદાહરણ તરીકે, ઉત્તર પ્રદેશમાં દેશમાં સૌથી વધુ કોલેજો છે, ત્યારબાદ મહારાષ્ટ્ર અને કર્ણાટક છે. પરંતુ ટોપ 100 ની યાદી કોલેજોમાં ઉત્તર પ્રદેશની એક પણ કોલેજ નથી તેમાં મહારાષ્ટ્રમાંથી ભાગ્યે જ ત્રણ અને કર્ણાટકની બે કોલેજો છે. હકીકતમાં, 80 ટકાથી વધુ ઉચ્ચ-ગુણવત્તાવાળી કોલેજો ત્રણ રાજ્યો તમિલનાડુ, દિલ્હી અને કેરળમાં છે. આ ગુણવત્તાયુક્ત શિક્ષણની પહોંચના સંદર્ભમાં દેશભરમાં ખાસ્સી એવી અસમાનતાનો વ્યાપ દર્શાવે છે.

ઉપલક રીતે જોઇએ તો જણાય છે કે ભારતીય શિક્ષણને દાયકાઓથી ખૂબ જ ઓછું ભંડોળ આપવામાં આવ્યું છે. નીતિ આયોગ અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોમ્પિટિટિવનેસ દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ મુજબ, 2021માં R&D પર ભારતનો ખર્ચ જીડીપીના માત્ર 0.7 ટકા હતો જે વિશ્વમાં સૌથી ઓછો હતો જ્યારે કે વિશ્વની સરેરાશ 1.8 છે. ભારતનો ખર્ચ બ્રિક્સ દેશો કરતાં ઓછો હતો. વિશ્લેષકો હિમાયત કરે છે કે સંશોધન ખર્ચ જીડીપીના 3 ટકા સુધી પહોંચવો જોઈએ અને કોર્પોરેટ ક્ષેત્રનું યોગદાન વધવું જોઈએ. વધુમાં, NEP 2020 સહિત શિક્ષણ અંગેના અનેક નીતિ નિયમોએ શિક્ષણ પર જાહેર રોકાણને જીડીપીના 6 ટકા સુધી વધારવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારોનો સંયુક્ત ખર્ચ તેના અડધા ભાગને પણ સ્પર્શ્યો નથી. આ લક્ષ્યાંક હાંસલ કરવામાં રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ સૌથી મોટો અવરોધ છે. 2013-14માં શિક્ષણ પર કેન્દ્ર સરકારનો ખર્ચ જીડીપીના માત્ર 0.63 ટકા જેટલો હતો; ત્યારપછીના વર્ષોમાં તે 2022-23માં 0.37%ની નીચી સપાટીને સ્પર્શી ગયો.

ભારતની 54 ટકા વસ્તી 25 વર્ષથી ઓછી વયની છે. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (આઈએલઓ) અનુસાર, ભારતને 2030 સુધીમાં લગભગ 2.9 કરોડ (29 મિલિયન) કુશળ કર્મચારીઓની અછતનો સામનો કરવો પડી શકે છે. આના પગલે એવી આગાહી કરવામાં આવી છે કે જો ભારત નવી તકનીકોમાં રોકાણ જેવા સમયસરના પગલાં નહીં લે તો અથવા ઉદ્યોગલક્ષી કૌશલ્યોનું નિર્માણ નહી કરે તો કૌશલ્યની ખોટ દેશને લગભગ $1.97 ટ્રિલિયન ખર્ચ કરી શકે છે. ઉચ્ચ કાર્યકારી વયની વસતી સાથે કુશળ અને શિક્ષિત માનવશક્તિનો વિકાસ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર તરીકે પરિવર્તિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે, જેમ કે અમૃત કાલ માટેના વિઝનમાં દર્શાવેલ છે તેમ આર્થિક અસમાનતાઓમાં ઘટાડો થઇ શકશે.

  • HEI શિક્ષકો વિના! નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ ( NAAC ), 1994 માં સ્થપાયેલી ભારતની એક મહત્વપૂર્ણ બાહ્ય એજન્સી છે જે HEI ના મૂલ્યાંકન અને માન્યતા માટે જવાબદાર છે. પરંતુ અત્યાર સુધી માત્ર થોડી સંખ્યામાં કોલેજો અને યુનિવર્સિટીઓ (56,000 થી વધુ સંસ્થાઓમાંથી લગભગ 30 ટકા) NAAC દ્વારા માન્યતામાંથી પસાર થઈ છે. માન્યતાપ્રાપ્ત લોકોમાંથી માત્ર 1606 HIE એ ગ્રેડ A અથવા તેનાથી ઉપરની માન્યતા ધરાવતાં હતાં.
  • ફેકલ્ટીની શક્તિ અને સંસ્થાઓના ઉચ્ચ રેટિંગ વચ્ચે સકારાત્મક સંબંધ છે. ત્રણ એન્જિનિયરિંગ કોલેજમાંથી માત્ર એક 1:20 ના AICTE - નિર્ધારિત ફેકલ્ટી-સ્ટુડન્ટ રેશિયોનું પાલન કરે છે. ફેકલ્ટી ગુણવત્તા વૈજ્ઞાનિક પ્રકાશનોમાં વધુ પ્રતિબિંબિત થાય છે.
  • ભારતમાં 2017-22ના સમયગાળામાં 13 લાખ (1.3 મિલિયન) શૈક્ષણિક સંશોધન પેપર્સનું સર્જન થયું હતું. જેમાં 89 લાખ (8.9 મિલિયન) ટાંચણો મળી શક્યાં છે. બીજી બાજુ, ચીન પાસે વૈજ્ઞાનિક ઉત્પાદન છે જે ભારતના કદ કરતાં ત્રણ ગણા વધારે છે અને તે પાંચ ગણા ટાંચણો જનરેટ કરે છે.
  • ભારતમાં 90 ટકા પ્રકાશનો NIRFમાં ફક્ત તે 12 ટકા સહભાગી સંસ્થાઓ દ્વારા પ્રદાન કરવામાં આવે છે. ભારતમાં 78 ટકા કોલેજો ખાનગી ક્ષેત્રમાં છે જે કુલ નોંધણીના 66 ટકા હિસ્સો ધરાવે છે. આ ઉચ્ચ શિક્ષણનું વ્યાપારીકરણ નહીં તો ખાનગીકરણના વધતા વર્ચસ્વને દર્શાવે છે.
  • મોટાભાગના વિદ્યાર્થીઓ રાજ્યની યુનિવર્સિટીઓ અને તેમની સંલગ્ન કોલેજો પર નિર્ભર છે. લગભગ તમામ રાજ્યની યુનિવર્સિટીઓ અને સરકારી કોલેજોમાં ઘણા વર્ષોથી ફેકલ્ટીની મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી છે.
  • રાજ્યપાલો અને રાજ્ય સરકારો જેમ કે બંગાળ, કેરળ અને તમિલનાડુ વચ્ચે શાસન અને વાઇસ ચાન્સેલરની પસંદગી અંગે ક્યારેય ન સમાપ્ત થતી તકરાર રાજ્ય સંચાલિત યુનિવર્સિટીઓના શાસન અને છબીને સુધારવામાં કોઈ રીતે મદદ કરશે નહીં.

લેખક : એનવીઆર જ્યોતિ કુમાર ( પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ, મિઝોરમ સેન્ટ્રલ યુનિવર્સિટી )

ABOUT THE AUTHOR

...view details