ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કર્ણાટક વિધાન પરિષદમાં કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યો હંગામો, ઉપાધ્યક્ષને ખુરશી ખેંચી સદનમાંથી હાંકી કાઢ્યા

કર્ણાટક વિધાન પરિષદમાં ધારાસભ્યોએ હંગામો કરતા અનિશ્ચિત મુદત માટે સત્ર સ્થગિત કરી દેવામાં આવ્યું છે. ગૌરક્ષા કાયદાની ચર્ચા દરમિયાન કર્ણાટક વિધાન પરિષદમાં ધારાસભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી, જેમાં ઉપાધ્યક્ષને તેમની ખુરશી ખેચી લઇ બળજબરીપૂર્વક બહાર તગેડી મૂકવામાં આવ્યા હતા.

કર્ણાટક વિધાન પરિષદમાં કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યો હંગામો
કર્ણાટક વિધાન પરિષદમાં કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યો હંગામો

By

Published : Dec 15, 2020, 1:27 PM IST

  • કર્ણાટક વિધાન પરિષદમાં ભારે હંગામો
  • ધારાસભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી
  • ઉપાધ્યક્ષની બળજબરીપૂર્વક ખુરશી ખેંચી લેવાઇ
    કર્ણાટક વિધાન પરિષદમાં કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યો હંગામો

બેંગલુરૂ: મંગળવારે કર્ણાટક વિધાન પરિષદમાં ભારે હંગામો થયો હતો. ગૌરક્ષા કાયદા પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના સભ્યોએ હંગામો મચાવવાનું શરૂ કર્યું, આ દરમિયાન અચાનક ધક્કામુક્કી શરૂ થઇ અને વાત વધુ બગડી, ધારાસભ્યોએ હદ તો ત્યારે વટાવી જ્યારે તેમણે ઉપાધ્યક્ષને બળજબરીપૂર્વક ખુરશી પરથી ખેંચી નીચે ઉતારી પાડ્યા અને ધક્કા મારી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો.

ઉપાધ્યક્ષની ભૂમિકા પર વિપક્ષે ઉઠાવ્યા સવાલ

કર્ણાટક વિધાન પરિષદમાં હંગામો વચ્ચે ઉપાધ્યક્ષને ગૃહની બહાર ફેંકી દેવામાં આવ્યા. વિરોધ પક્ષનું કહેવું છે કે સંસદમા ઉપાધ્યક્ષની ભૂમિકા નિષ્પક્ષ નથી, જેના કારણે હંગામો મચ્યો હતો.

કોંગ્રેસના એમએલસી પ્રકાશ રાઠોડ કહે છે કે ગૃહનું કામકાજ ચાલતું ન હતું ત્યારે પણ ભાજપ અને જેડીએસએ ગેરકાયદેસર રીતે અધ્યક્ષ બનાવ્યા હતા. દુર્ભાગ્યપૂર્ણ છે કે ભાજપ આવી ગેરબંધારણીય કાર્યો કરી રહ્યું છે. કોંગ્રેસે તેમને ખુરશીમાંથી નીચે ઉતરવાનું કહ્યું હતું. અમારે તેમને હાંકી કાઢવા પડ્યા કારણ કે તેઓ તેના પર ગેરકાયદેસર રીતે બેઠા હતા.

ABOUT THE AUTHOR

...view details