ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મથુરામાં હાઇટેન્શન લાઇન નીચે ઉભેલી શ્રદ્ધાળુઓની બસને લાગ્યો કરંટ - વૃંદાવનની રંગભરની એકાદશી

મથુરા જિલ્લામાં ગુરુવારે વૃંદાવનની રંગભરી એકાદશી હોળી જોવા અને પરિક્રમા લગાવવા આવેલા શ્રદ્ધાળુની બસને કરંટ લાગ્યો. આ અકસ્માતમાં એક શ્રદ્ધાળુનું મૃત્યુ થયું છે. જ્યારે 6થી વધારે શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત થયા છે. બસ હાઇટેન્શન લાઇનની નીચે ઉભી હતી.

શ્રદ્ધાળુઓની બસને લાગ્યો કરંટ
શ્રદ્ધાળુઓની બસને લાગ્યો કરંટ

By

Published : Mar 26, 2021, 2:13 PM IST

Updated : Mar 26, 2021, 2:56 PM IST

  • શ્રદ્ધાળુઓની બસને લાગ્યો કરંટ
  • અકસ્માતમાં એક શ્રદ્ધાળુનું થયું મોત
  • હાઇટેન્શન લાઇનની નીચે ઉભેલી બસને લાગ્યો કરંટ

મથુરા: માંટ પોલીસ સ્ટેશનમાં ડાંગોલી વિસ્તારમાં હાઇટેન્શન લાઇન નીચે બસ ઉભી હતી જેમાં કરંટ લાગતા એક શ્રદ્ધાળુનું મોત થઇ છે. જ્યારે અનેક શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત થયા છે. ઘાયલોને સારવાર માટે દાખલ કર્યા છે. જેમાંથી 3ની સ્થિતિ વધારે ગંભીર હોવાના કારણે તેને અન્ય હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટના ત્યારે ઘટી જ્યારે બસ પરિક્રમા કરીને શ્રદ્ધાળુઓને લઇને પરત આવી રહી હતી.

વધુ વાંચો:મહુવાના ડુંગળીના કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવકનું મોત

પરિક્રમાથી પાછા આવતા નડ્યો અકસ્માત

ગુરુવારે વૃંદાવનની રંગભરની એકાદશી નિમિત્તે દેશના દરેક ખૂણામાંથી અસંખ્ય શ્રદ્ધાળુઓ પંચકોશી પરિક્રમા લગાવવા માટે પહોંચ્યા હતાં. શ્રદ્ધાળુઓનું એક ગ્રુપ વૃંદાવનની પરિક્રમા કરીને પાછું જઇ રહ્યું હતું ત્યારે ડાંગોલી તિરાહે પાસે બસ ડ્રાઇવરે રોડ પાસે બસ રોકી હતી. જ્યાં હાઇટેન્શન વાયરના કારણે બસની છત પર બેઠેલા યુવકનું મોત થયું છે. આ અંગે સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે બસ પાર્કિંગની જગ્યાએ રોડ પાસે ઉભી હતી જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો.

વધુ વાંચો:રાજસ્થાનના ઝાલોરમાં બસમાં કરંટ લાગતા, 8 લોકો બળીને ખાખ

Last Updated : Mar 26, 2021, 2:56 PM IST

ABOUT THE AUTHOR

...view details