- સ્મશાનગૃહ નજીક એક સ્કૂટર સવારને આઇસરે ટેમ્પોએ ટક્કર મારી
- ટેમ્પોએ બેકાબૂ થઇને ફુટપાથ પર સૂતાં ત્રણ લોકોને કચડી નાખ્યા
- ઇજાગ્રસ્તોને ISBT ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવ્યા
નવી દિલ્હી :રાજધાની નિગમબોધ સ્મશાનગૃહ નજીક એક સ્કૂટર સવારને હાઇ સ્પીડ આઇસર ટેમ્પોએ ટક્કર મારી હતી. આ ઘટના અનુસાર, આઇસર ટેમ્પોએ બેકાબૂ થઇને ફુટપાથ પર સૂતાં ત્રણ લોકોને કચડી નાખ્યા હતા.
અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું અને બે લોકો ઇજાગ્રસ્ત
આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે અને બે લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જણાવા મળ્યું છે. મૃતકની ઓળખ સ્કૂટી સવાર બહરામ ખાન તરીકે થઈ છે. જે મટિયા મહેલ વિસ્તારનો રહેવાસી છે. તમામ ઇજાગ્રસ્તોને ISBT ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવ્યા છે. જ્યાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. પોલીસ પેટ્રોલીંગ ટીમે તાત્કાલિક સ્થળ પરથી ડ્રાઇવર અતિક અમહદની ધરપકડ કરી ટેમ્પો ઝડપી લીધો હતો.
- અકસ્માતની અન્ય ઘટનાઓ
સુરતના અકસ્માતમાં 10 ઇજાગ્રસ્તોને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
સુરતમાં પણ 3 મહિના પહેલા માંગરોળ તાલુકાના પાલોદ ગામ નજીક બેકાબુ બનેલું ડમ્પર રોડની બાજુમાં ફૂટપાથ પર સુતેલા શ્રમજીવી પરિવારના સભ્યો પર ફરી વળ્યું હતું. ત્યારે 12 મજૂરોના સ્થળ પર અને 3 મજૂરોના હોસ્પિટલમાં કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત 5 મજૂરો હાલ સારવાર હેઠળ છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ધટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. જ્યારે અન્ય 10 ઇજાગ્રસ્તોને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મજૂરોને કચડયા બાદ ડમ્પર ફૂટપાથની પાછળની બાજુ આવેલી દુકાનોમાં ઘુસી જતા પાંચ જેટલી દુકાનોને પણ નુકસાન પહોંચ્યું છે. પોલીસે ડમ્પર ચાલક અને ક્લિનરની ધરપકડ કરી હતી અને ડ્રાઇવર દારુ પીધેલી હાલતમાં હતો.
આ પણ વાંચો : સુરતના માંડવી રોડ પર કાળમુખા ડમ્પરે ફૂટપાથ પર સુતેલા મજૂરોને કચડયા, 15 મજૂરોના મોત
અમદાવાદમાં હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો