ગુજરાત

gujarat

ETV Bharat / bharat

થાણેમાં ઝડપાયું હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ, તામિલ અભિનેત્રી સહિત 5ની ધરપકડ - સેક્સ રેકેટ

બોલિવૂડ ફિલ્મ્સ, ટીવી સીરિયલ્સ અને તામિલ ફિલ્મોમાં કામ કરનારી બે અભિનેત્રીઓ હાઈપ્રોફાઇલ સેક્સ રેકેટમાં ઝડપાઈ ગઇ છે. મુંબઈ નજીકના થાણેમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે પાડેલા દરોડામાં બંન્ને અભિનેત્રીઓ રંગેહાથ ઝડપાઈ ગઇ છે.

થાણેમાં ઝડપાયું હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ, તામિલ અભિનેત્રી સહિત 5ની ધરપકડ
થાણેમાં ઝડપાયું હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ, તામિલ અભિનેત્રી સહિત 5ની ધરપકડ

By

Published : Jun 3, 2021, 6:56 PM IST

થાણેમાં હાઈપ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ

થાણે ક્રાઈમ બ્રાન્ચે બે તામિલ અભિનેત્રી સહિત 5ની કરી ધરપકડ

પાચપાખાડીની સોસાયટીમાં એક ફ્લેટમાં છાપામારી કરાઈ

થાણેઃ થાણેની ક્રાઈમ બ્રાન્ચની યુનિટ ટીમે એક હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 2 તામિલ એકટ્રેસ સાથે 5 જણની ધરપકડ કરી છે. બંને અભિનેત્રી મુંબઈના મોટા સેક્સ રેકેટ એજન્ટના સંપર્કમાં હતી. એજન્ટ દ્વારા જ થાણેમાં દેહવિક્રય માટે આવી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યા પ્રમાણે 2 લાખ રુપિયાની માગણી એજન્ટે કરી હતી અને 1, 80,000 રુપિયામાં સોદો પાકો કરવામાં આવ્યો હતો.

બાતમીના આધારે દરોડો પાડતાં ઝડપાઈ

આ બંને અભિનેત્રી દેહવિક્રય માટે લાખો રુપિયા લેતી હતી. પોલીસે જણાવ્યું હતું કે ગ્રાહકને આપેલા સમયે બંને અભિનેત્રીઓ થાણેના પાચપાખાડીમાં આવેલી નટરાજ સોસાયટીના એક ફ્લેટ પર આવી હતી. તેની જાણકારી ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-1ને મળતાં પોલીસ ઇન્સપેક્ટર કોકણેએ છટકું ગોઠવીને દરોડો પાડ્યો હતો. ઘટનાસ્થળેથી બંને અભિનેત્રી, એક ફ્લેટ માલિક મહિલા, એક મહિલા એજન્ટ અને એક પુરુષ દલાલ એમ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમના વિરુદ્ધ કેસ દાખલ કરી ક્રાઈમ બ્રાન્ચ આગળ તપાસ હાથ ધરી રહી છે.

આ પણ વાંચોઃ અશ્લીલ વીડિયો વાઇરલ થતા બારડોલી નગરપાલિકાના નગરસેવક પક્ષમાંથી સસ્પેન્ડ

મોબાઈલમાં અન્ય ઘણી અભિનેત્રીની તસવીરો

પોલીસ સૂત્રોનું માનીએ તો બંને અભિનેત્રી તામિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લીડ રોલ કરી ચૂકેલી છે. સાથે જ બોલિવૂડમાં પણ કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે. ટીવી સીરિયલ્સમાં પણ આ બંને અભિનેત્રીઓએ મહત્ત્વની ભૂમિકાઓ ભજવી છે. થાણે ક્રાઈમ બ્રાન્ચે તમામ પાંચ આરોપીઓના મોબાઈલ ફોન જપ્ત કર્યાં છે. તેમના મોબાઈલમાં કેટલીય અભિનેત્રીઓ અને મોડલ્સની તસવીરો છે. તેમની બધાંની તપાસ પણ ક્રાઈમ બ્રાન્ચ કરવાની છે.

આ પણ વાંચોઃ કોરોનિલ દવાના દાવાને લઇને દિલ્હી હાઈકોર્ટે બાબા રામદેવને નોટિસ ફટકારી

ABOUT THE AUTHOR

...view details