અમદાવાદ: ATS અને DRIએ ગુરુવારે એક સંયુક્ત ઓપરેશનમાં કચ્છ જિલ્લાના કંડલા બંદર (Heroin Seized At Kandla Port) નજીક દરોડો પાડ્યો હતો. આ દરોડામાં એક કન્ટેનરમાંથી (Containers At Kandla Port) આશરે 260 કિલો હેરોઈન મળી આવ્યું હતું. આ હેરોઈનની કિંમત 1,300 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. ATS ના એક અધિકારીએ આ માહિતી આપી હતી
આ પણ વાંચો:
260 કિલો હેરોઈન મળી આવ્યું: એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, બાતમીના આધારે ATS અધિકારીઓએ DRI માણસો સાથે કંડલા પોર્ટ નજીક એક કન્ટેનર સ્ટેશન પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં 260 કિલો હેરોઈન મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ હેરોઈન 5 કરોડ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.
અત્યાર સુધીનું સૌથી મોટું કન્સાઈનમેન્ટ: અગાઉ સપ્ટેમ્બરમાં ગુજરાતના કચ્છના મુંદ્રા બંદરે હેરોઈનનું અત્યાર સુધીનું સૌથી મોટું કન્સાઈનમેન્ટ ઝડપાયું હતું. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ એ અફઘાનિસ્તાનથી આયાત કરાયેલા બે કન્ટેનરમાંથી 3,000 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 21,000 કરોડ હોવાનું કહેવાય છે.
હેરોઇનનો જથ્થો ક્યાં મોકવાનો હતો: જ્યારે ઇરણથી ડ્રગનું કંસાઈમેન્ટ આવ્યું હતું. જ્યારે પંજાબ અને મુંબઈમાં આ હેરોઇનનો જથ્થો મોકવાનો હતો. ત્યારે પંજાબ અને પાકિસ્તાન બોર્ડર પર તાર ફ્રેમસિંગ કર્યું હોવાથી દરિયાઈ માર્ગ પસંદ કરવામાં આવ્યો હતો. જ્યારે 20 થી 25 જેટલા જીપસમ ભરેલા કન્ટેનરમાંથી આ હેરોઇનનો જથ્થો માલી આવ્યો હતો. ત્યારે આ આંકડો વધવાની શકયતા રહેલી છે.