અરુણાચલ પ્રદેશ:સિયાંગ જિલ્લામાં આજે સેનાનું રુદ્ર હેલિકોપ્ટર ક્રેશ (Indian Armys Rudra Helicopter Crash) થયું હતું. અકસ્માત સ્થળ રોડથી જોડાયેલ નથી. રેસ્ક્યુ ટીમ મોકલવામાં આવી હતી. આ અકસ્માત અંગે વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. સંરક્ષણ વિભાગના પીઆરઓએ આ માહિતી આપી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર, અકસ્માત અરુણાચલ પ્રદેશના અપર સિયાંગ જિલ્લામાં તુટિંગ હેડક્વાર્ટરથી 25 કિમી દૂર સિંગિંગ ગામ પાસે થયો હતો. તે લશ્કરી હેલિકોપ્ટર (Military helicopter) હતું.
હેલિકોપ્ટર રૂદ્ર: આર્મીનું હેલિકોપ્ટર રૂદ્ર અહીં સિંગિંગ ગામ પાસે ક્રેશ થયું હતું. આ સ્થળ ટુટીંગ હેડક્વાર્ટરથી 25 કિમી દૂર છે. ગુવાહાટી ડિફેન્સ પીઆરઓ અનુસાર, આર્મીનું હેલિકોપ્ટર ટુટિંગથી 25 કિમી દૂર સિંગિંગ ગામ પાસે ક્રેશ થયું હતું. જ્યાં આ અકસ્માત થયો છે, તે રોડથી જોડાયેલ નથી. જોકે રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ આર્મીનું હેલિકોપ્ટર રૂદ્ર છે. રુદ્ર સેનાનું એટેક હેલિકોપ્ટર છે. તે ભારતીય સેના માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા બનાવવામાં આવ્યું છે.