- કન્યા ગુરુકુલમના ભૂમિપૂજન દરમિયાન રામદેવનું નિવેદન
- આ ઘટના પાછળ આશંકા અને અનેક ષડયંત્ર હોઇ શકે છે
- CDS બિપિન રાવતને મરણોત્તર ભારત રત્ન એવોર્ડ આપવાની માંગ કરી
હરિદ્વાર: કુન્નૂર હેલિકોપ્ટર દુર્ઘટના(Helicopter Crash In Coonoor)માં CDS જનરલ બિપિન રાવતના નિધન બાદ સમગ્ર દેશમાં શોકની લહેર છે. આ દુર્ઘટના બાદ તરત જ વાયુસેનાએ પણ તેના સ્તરે તપાસ (investigation in coonoor helicopter crash)ના આદેશ આપ્યા છે. આ અકસ્માતમાં જનરલ રાવત, તેમની પત્ની સહિત 13 લોકોના પણ મોત થયા છે. આ અકસ્માત બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો બાબા રામદેવે પણ આ અકસ્માતને લઈને કોઈ ષડયંત્રની (coonoor helicopter crash conspiracy) આશંકા વ્યક્ત કરી છે.
આ ઘટના પાછળ અનેક ષડયંત્ર હોઇ શકે છે
બાબા રામદેવે કહ્યું કે, કોઈપણ દેશવાસી આ ઘટના પર વિશ્વાસ કરી રહ્યો નથી. તેમણે કહ્યું કે, જે હેલિકોપ્ટરમાં વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ મુસાફરી કરે છે તેનું આ રીતે દુર્ઘટનાગ્રસ્ત (cds helicopter crash) થવું ઘણા પ્રશ્નો ઉભા કરે છે, અનેક આશંકા અને અનેક ષડયંત્ર તેની પાછળ હોઈ શકે છે, જેના રહસ્યો ટૂંક સમયમાં જાહેર થઇ જશે. તો તેમણે CDS બિપિન રાવતને મરણોત્તર ભારત રત્ન એવોર્ડ (posthumous bharat ratna to cds bipin rawat)ની માંગ કરી છે.
પતંજલિ યોગપીઠ ખાતે કન્યા ગુરુકુલમનું ભૂમિપૂજન