- કેન્દ્રીય આરોગ્ય પ્રધાને પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના પત્રનો આભાર માન્યો
- કોવિડ -19ની પરિસ્થિતિને પહોંચી વળવા માટે પાંચ પગલાં સૂચવ્યા
- મહામારીથી લડવા માટે રસીકરણ અને દવાઓનો પૂરવઠો વધારવો મહત્વપૂર્ણ
નવી દિલ્હી : કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ.હર્ષ વર્ધનને પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના પત્રનો આભાર માન્યો અને કહ્યું કે જો તમારા કોંગ્રેસ નેતાઓએ યોગ્ય સમયે તમારી સલાહ સ્વીકારી લીધી હોત તો સારું હોત.
મનમોહનસિંહના પત્રનો જવાબ કેન્દ્રીય આરોગ્ય ડૉ. હર્ષ વર્ધને આપ્યો
વડા પ્રધાન મોદીએ કોરોના સાથેના વ્યવહાર અંગેના મનમોહનસિંહના પત્રનો જવાબ આપતા કેન્દ્રીય આરોગ્ય ડૉ. હર્ષ વર્ધને કહ્યું હતું કે, " ઇતિહાસ તમારો આભારી રહેશે ડૉ. મનમોહન સિંહજી, આ અસાધારણ પરિસ્થિતિ તમારા રચનાત્મક સમર્થન અને મૂલ્યવાન સલાહ તમારા કોંગ્રેસના નેતાઓએ પણ માની લીધી.
આ પણ વાંચો : કોવિડ -19 સામે લડવા માટે રાજ્યોને તમામ સહાય કરવામાં આવશે: હર્ષ વર્ધન