ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Hiralal Samaria becomes CIC chief : હીરાલાલ સામરિયાને રાષ્ટ્રપતિએ ચિફ ઈન્ફોર્મેશન કમિશ્નર તરીકે શપથ લેવડાવ્યા

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારંભમાં હીરાલાલ સામરિયાને ચિફ ઈન્ફોર્મેશન કમિશ્નર તરીકે શપથ લેવડાવ્યા છે. વાંચો સમગ્ર સમાચાર વિગતવાર

હીરાલાલ સામરિયાને રાષ્ટ્રપતિએ ચિફ ઈન્ફોર્મેશન કમિશ્નર તરીકે શપથ લેવડાવ્યા
હીરાલાલ સામરિયાને રાષ્ટ્રપતિએ ચિફ ઈન્ફોર્મેશન કમિશ્નર તરીકે શપથ લેવડાવ્યા

By ETV Bharat Gujarati Team

Published : Nov 6, 2023, 3:56 PM IST

નવી દિલ્હીઃ માહિતી કમિશ્નર હીરાલાલ સામરિયાને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ સોમવારે સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશનના કમિશ્નર તરીકે શપથ લેવડાવ્યા છે. 3 ઓક્ટોબરે વાય.કે. સિન્હાનો કાર્યકાળ સમાપ્ત થયો હતો. ત્યારથી પારદર્શીતા પેનલના પ્રમુખનું પદ ખાલી થયું હતું. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રોપર્દી મુર્મૂએ હીરાલાલ સામરિયાને સીઈસીના પ્રમુખ તરીકે શપથ લેવડાવ્યા હતા. હવે દેશના સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશનના મુખ્ય કમિશ્નર તરીકે હીરાલાલ સામરિયા ફરજ બજાવશે.

કુલ 10 સૂચના કમિશ્નર હોય છેઃ મુખ્ય સૂચના કમિશ્નરના રુપમાં સામરિયાની નિમણુંક બાદ, હજુ આઠ સૂચના કમિશ્નરના પદ ખાલી પડ્યા છે. વર્તમાનમાં આયોગમાં બે સૂચના કમિશ્નર છે. આયોગનું નેતૃત્વ મુખ્ય સૂચના કમિશ્નર કરે છે જેમાં વધુમાં વધુ 10 સૂચના કમિશ્નર હોય છે. 30મી ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે આ બાબતે રાજ્ય અને કેન્દ્ર સરકારને ખાલી પડેલા પદો પર નિમણુંક કરવાનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે સમયસર નિમણુકના અભાવે સૂચના મેળવવાના અધિકાર 2005 કાયદાકીય રીતે પ્રભાવિત થશે.

DOPTને સુપ્રીમ કોર્ટનો આદેશઃ સીજેઆઈ ડી.વાય. ચંદ્રચૂડ, ન્યાયાધીશ જે બી પારડીવાળા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની સંયુક્ત બેન્ચે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ(DOPT)ને રાજ્ય સૂચના આયોગમાં મંજૂરી મળેલ પદો પર ખાલી જગ્યા તેમજ નિલંબિત મામલાની કુલ સંખ્યા સહિત અનેક આયામોમાં દરેક રાજ્યો પાસીથી સૂચના એક્ઠી કરવાનું કહ્યું હતું. હીરાલાલ સામરિયાએ રાજસ્થાન યુનિવર્સિટીમાંથી બીઈ સિવિલ(ઓનર્સ)નો અભ્યાસ કર્યો છે. તેઓ તેલંગાણાના કરીમનગરના કલેક્ટર રહી ચૂક્યા છે. ત્યારબાદ અનેક મંત્રાલયોમાં તેમણે મહત્વના પદો પર ફરજ નિભાવી છે.

  1. Supreme Court : સુપ્રીમ કોર્ટે આવકથી વધુ સંપત્તિ કેસમાં તમિલનાડુના શિક્ષણપ્રધાનની અરજી ફગાવી
  2. President Murmu On Gujarat Visit: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ 12 સપ્ટેમ્બરે ગુજરાત આવશે, 13 સપ્ટેમ્બરે ઇ-વિધાનસભાનું કરશે લોકાર્પણ

ABOUT THE AUTHOR

...view details