ઉત્તરાખંડ-કેદારનાથઃવિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ ધામમાં હિમવર્ષાનો સમયગાળો શરૂ થઈ ગયો છે. કેદારનાથ ધામના શિખરો બાદ હવે ધામમાં પણ બરફ પડી રહ્યો છે. હિમવર્ષા બાદ ધામમાં ઠંડીમાં વધુ વધારો થયો છે. હિમવર્ષા અને ઠંડી પછી પણ કેદારનાથમાં શ્રદ્ધાળુઓ એકત્ર થઈ રહ્યા છે. એક કિલોમીટર દૂર સુધી બાબા કેદારના દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો જોવા મળે છે.(Snowfall in Kedarnath Dham ) કેદારનાથ ધામના શિખરો સંપૂર્ણપણે બરફથી ઢંકાયેલા છે.
જૂઓ બરફની ચાદરથી ઢકાયેલ કેદારનાથનો સ્વર્ગીય નઝારો - Heavy snowfall in Kedarnath Dham
નોરતા પૂરા થતા જ ગુજરાત સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શિયાળાની પા પા પગલી થઈ જાય છે. ખાસ કરીને દિવાળીનો તહેવાર નજીક આવતા ટાઢોળું વર્તાય છે. શિયાળાનો પ્રારંભ ઉત્તર ભારતમાં થઈ ચૂક્યો છે. જેમાં ઉત્તરાખંડમાં આવેલા કેદારનાથ ધામમાં હિમવર્ષા થઈ છે.
જૂઓ બરફની ચાદરથી ઢકાયેલ કેદારનાથનો સ્વર્ગીય નઝારો
ભક્તોનો ધસારોઃઠંડી હોવા છતાં દરરોજ 14 થી 15 હજાર શ્રદ્ધાળુઓ બાબાના દર્શને પહોંચી રહ્યા છે. ભીડ વધુ હોવાથી ભક્તોને બાબા કેદારના દર્શન માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે. મંદિર પરિસર સંપૂર્ણ રીતે ભક્તોથી ધમધમી રહ્યું છે. ખાસ કરીને ઘણા એવા ભાવિકો રહ્યા છે જે આ સીઝનમાં ખાસ હિમવર્ષાનો અનુભવ કરવા માટે આવે છે. આ વખતે શ્રીનગરની સાથોસાથ ઉત્તરાખંડમાં હિમવર્ષા શરૂ થઈ ચૂકી છે.