કાશ્મીરસમગ્ર ઉત્તર ભારત છેલ્લા આઠ દિવસોમાં કડકડતી (Snowfall In Kashmir ) ઠંડી દાઢી ધ્રુજાવી રહી છે, જેના કારણે લોકોનું સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. આખો દિવસ ગરમ કપડાં પેહરીને બેસી રેહવું પડે એવી હાલત છે. જો કે, કઠોર શિયાળો કાશ્મીર ખીણના પ્રવાસન ઉદ્યોગ માટે અનુકૂળ અને ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે. તાપમાન શૂન્યથી નીચે હોવા છતાં પ્રવાસીઓનું ખીણ પ્રદેશમાં આવવાનું ચાલુ છે. હિમવર્ષાથી અહીં બરફ (Snow in Kashmir) જોવા આવેલા પ્રવાસીઓના ચહેરા પર ખુશી જોવા મળી છે. પ્રવાસીઓ કાશ્મીર ખીણના વિવિધ સુંદર પર્યટન સ્થળોની પ્રશંસા કરી રહ્યા છે, આ સમય દરમિયાન પ્રવાસીઓ સફેદ બરફથી ઢંકાયેલા જંગલોનો નજારો માણવામાં વ્યસ્ત છે.
આ પણ વાંચો Cold In Mount Abu: માઉન્ટ આબુમાં માઇનસ-4 ડીગ્રી ઠંડી, બનાસકાંઠા પણ ઠંડીમાં ઠુંઠવાયું
પ્રવાસીઓનું ફેવરિટપહલગામ પણ આ દિવસોમાં પ્રવાસીઓ માટે (Heavy Snowfall in Kashmir) આકર્ષક પર્યટન સ્થળ બની ગયું છે. પ્રવાસીઓ પહેલગામના બેતાબ વેલી, ચંદન વાડી અને અરુ વેલી જેવા સુંદર સ્થળોની સુંદરતાનો આનંદ લઈ રહ્યા છે. પ્રવાસીઓ પહેલગામમાં તાજી હિમવર્ષાનો આનંદ માણે છે અને બરફ સાથે રમીને તેમની ઇચ્છાઓ પૂરી કરે છે. ગયા વર્ષે, ઉનાળામાં તેમજ શિયાળામાં, પહેલગામે દેશી અને વિદેશી પ્રવાસીઓની રેકોર્ડબ્રેક સંખ્યા નોંધાઈ હતી.