ગુજરાત

gujarat

ટ્રાન્સપ્લાન્ટ માટેનું હૃદય મેટ્રો મારફતે પહોંચ્યું હોસ્પિટલ

By

Published : Feb 2, 2021, 7:40 PM IST

તેલંગાણાના હૈદરાબાદ શહેરમાં આવેલી એપોલો હોસ્પિટલમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં ઉપયોગમાં લેવામાં આવનારુ હૃદયને એપોલો હોસ્પિટલ સુધી મેટ્રો રેલ મારફતે પહોંચાડવામાં આવ્યું હતું.

Heart trasportation by Metro rail from kamineni to apollo
Heart trasportation by Metro rail from kamineni to apollo

  • હૃદયને એપોલો હોસ્પિટલ સુધી મેટ્રો રેલ મારફતે પહોંચાડવામાં આવ્યું
  • કામિનેની હોસ્પિટલથી મેટ્રો ટ્રેન મારફતે હૃદયનું પરિવહન કરવાની વ્યવસ્થા કરાઇ
  • ડૉ. ગોકુલેની આગેવાનીમાં હૃદય પ્રત્યારોપણનું કરવામાં આવ્યું

તેલંગાણા : હૈદરાબાદ શહેરમાં આવેલી એપોલો હોસ્પિટલમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં ઉપયોગમાં લેવામાં આવનારા હૃદયને એપોલો હોસ્પિટલ સુધી મેટ્રો રેલ મારફતે પહોંચાડવામાં આવ્યું હતું. ડૉ. ગોકુલેની આગેવાનીમાં આ હૃદયનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું.

મેટ્રો રેલ મારફતે હૃદયને જ્યૂબલી હિલ્સની એપોલો હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યું

હૈદરાબાદ શહેરના LB નગર સ્થિત કામિનેની હોસ્પિટલથી મેટ્રો ટ્રેન મારફતે હૃદયનું પરિવહન કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ હૃદયને જ્યૂબલી હિલ્સની એપોલો હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યું હતું. ડૉક્ટર્સે ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને હૃદયને મેટ્રો ટ્રેનમાં લઇ જવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. આ અંગે હોસ્પિટલ સ્ટાફ દ્વારા મેટ્રોના અધિકારિઓને સૂચના આપવામાં આવી હતી.

ખેડૂત પરિવારે કર્યું હૃદયનું દાન

ઉલ્લેખનીય છે કે, કામિનેની હોસ્પિટલના ડૉક્ટર્સે નલગોંડા જિલ્લાના 45 વર્ષીય ખેડૂત બ્રેઇન ડેડ છે, તેના પરિવારે તેનું હૃદય દાન કરવા માટે અપીલ કરી હતી. જે બાદ ખેડૂત પરિવારે તેના હૃદયનું દાન કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details