ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઐલોપેથી પર બાબા રામદેવના નિવેદન સામે દાખલ થયેલી અરજી પર આજે સુનાવણી - ડોક્ટર્સ

બાબા રામદેવના એલોપૈથી પર આપવામાં આવેલા નિવેદનમાં આજે(સોમવાર) દિલ્હી હાઈકોર્ટમાં સુનવણી થશે.

baba
ઐલોપેથી પર બાબા રામદેવના નિવેદન સામે દાખલ થયેલી અરજી પર આજે સુનાવણી

By

Published : Aug 16, 2021, 11:08 AM IST

  • આજે બાબા રામદેવના નિવેદન અંગે સૂનવણી
  • બાબા રામદેવે આપ્યું હતુ વિવાદાસ્પદ નિવેદન
  • ડોક્ટર્સો દ્વારા મોકલવામાં આવી હતી લીગલ નોટીસ

દિલ્હી: દિલ્હી હાઈકોર્ટ આજે એઈમ્સના રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશનની અરજી પર સુનાવણી કરશે જેમાં બાબા રામદેવ દ્વારા કોરોનિલ દવા અંગે કરવામાં આવેલા કથિત ખોટા દાવા પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી. જસ્ટિસ સી હરિશંકરની બેન્ચ આ મામલે સુનાવણી કરશે.

બાબા રામદેવને આપવામાં આવી નોટીસ

પાછલા 30 જુલાઈ પર કોર્ટે બાબા રામદેવને નોટીસ આપવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, રામદેવે સાર્વજનિક રૂપથી ડોક્ટર અને વિજ્ઞાનને પડકાર આપી છે. તેમના નિવેદનથી લોકોને નુક્સાન થાય છે. તે મેડિકલ વિજ્ઞાનને પડકાર આપે છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, બાબા રામદેવ ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિ છે અને તેમની પહોંચ ઘણા લોકો સુધી છે. તેમના નિવેદન ઘણા લોકોને પ્રભાવિત કરે છે.

આ પણ વાંચો : અફઘાનિસ્તાનની સ્થિતિ ભારત માટે સારો સંકેત નથી: કેપ્ટન અમરિંદર સિંહ

કાળી પટ્ટી બાંધીને કામ કર્યું

પાછલા ઘણા દિવસોથી બાબ રામદેવ અને ઐલોપેથી ડોક્ટરની સંસ્થાન IMA વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. બાબારામદેવએ ઐલોપેથીને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જે બાદ IMAએ કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાનને પત્ર લખી બાબા રામદેવ વિરૂદ્ધ કાર્યવાહીની માગ કરી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાને પણ બાબા રામદેવને નિવેદન પાછું ખેંચવા કહ્યું હતું. IMAએ બાબા રામદેવના વિરૂદ્ધ લીગલ નોટીસ મોકલી હતી. 1 જૂને દેશભરના ઐલોપેથી ડોક્ટર્સે બાબા રામદેવના વિરૂદ્ધ કાર્યવાહીની માગ કરીને કાળી પટ્ટી બાંધીને કામ કર્યું હતું.

આ પણ વાંચો : વિદેશ પ્રધાન એસ. જયશંકર આજથી 4 દિવસ અમેરિકાના પ્રવાસે

ABOUT THE AUTHOR

...view details