- સુપ્રીમ કોર્ટમાં આજે પેગાસસ જાસુસી મામલા અંગે સુનાવણી
- અમે (કોર્ટ) નથી ઈચ્છતા કે, સરકાર એવો કોઈ પણ ખુલાસો કરે, જેનાથી રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમજૂતી થાયઃ સુપ્રીમ કોર્ટ
- મુખ્ય ન્યાયમૂર્તિ એન. વી. રમન્નાની આગેવાનીવાળી ત્રણ ન્યાયાધીશની બેન્ચે 7 સપ્ટેમ્બરે ત્યારે કેન્દ્રને જવાબ દાખલ કરવા માટે વધુ સમય આપ્યો હતો
ભારતીય રાજનીતિમાં તોફાન લાવનારો પેગાસસ જાસુસી મામલામાં આજે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. મુખ્ય ન્યાયમૂર્તિ એન. વી. રમન્નાની આગેવાનીવાળી ત્રણ ન્યાયાધીશની બેન્ચે 7 સપ્ટેમ્બરે ત્યારે કેન્દ્રને જવાબ દાખલ કરવા માટે વધુ સમય આપ્યો હતો. જ્યારે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, કેટલીક મુશ્કેલીઓના કારણે તે બીજી એફિડેવિટ દાખલ કરવા અંગે નિર્ણય લેવા માટે સંબંધિત અધિકારીઓને મળી નહીં શકે.
આ પણ વાંચો-પેગાસસ કેસમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ ફટકારી
ઉચ્ચ કોર્ટે 17 ઓગસ્ટે અરજીઓ પર કેન્દ્રને નોટિસ જાહેર કરતા સ્પષ્ટતા કરી હતી
કેન્દ્રે ઉચ્ચ કોર્ટમાં એક સંક્ષિપ્ત એફિડેવિટ દાખલ કરી હતી અને કહ્યું હતું કે, પેગાસસ જાસુસી આરોપમાં સ્વતંત્ર તપાસના અનુરોધવાળી અરજીઓ અનુમાન કે અન્ય અપ્રમાણિત મીડિયા રિપોર્ટ્સ કે અધૂરી કે અપુષ્ટ સામગ્રી પર આધારિત છે. ઉચ્ચ કોર્ટે 17 ઓગસ્ટે અરજીઓ પર કેન્દ્રને નોટિસ જાહેર કરતા સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ (કોર્ટ) નથી ઈચ્છતા કે, સરકાર એવો કોઈ પણ ખુલાસો કરે, જેનાથી રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમજૂતી થાય.
આ પણ વાંચો-પેગાસસ વિવાદ કેસની આજે સુનાવણી, કેન્દ્ર અને બંગાળ સરકાર નોટિસનો આપશે જવાબ
સંસદમાં ઈન્ફર્મેશન ટેક્નોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવ પહેલા જ સ્થિતિ સ્પષ્ટ કરી ચૂક્યા હોવાનો એફિડેવિટમાં ઉલ્લેખ
સરકારે સંક્ષિપ્ત એફિડેવિટમાં કહ્યું હતું કે, આ સંબંધમાં સંસદમાં ઈન્ફર્મેશન ટેક્નોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવ પહેલા જ સ્થિતિ સ્પષ્ટ કરી ચૂક્યા છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે, કેટલાક સ્વાર્થી હિતોના કારણે ફેલાવવામાં આવેલી કોઈ પણ ખોટી ધારણાને દૂર કરવા અને ઉઠાવવામાં આવેલા મુદ્દાઓની તપાસ કરવા માટે સરકાર નિષ્ણાતોની એક સમિતિ બનાવશે.
ઉચ્ચ કોર્ટે અરજીઓ પર નોટિસ જાહેર કરતા કહ્યું હતું કે, તે (કોર્ટે) નથી ઈચ્છતી કે, સરકાર રાષ્ટ્રીય સુરક્ષાથી સંબંધીત કોઈ પણ ખુલાસા કરે અને કેન્દ્રને પૂછવામાં આવ્યું હતું કે, જો સક્ષમ ઓથોરિટી આ મુદ્દા પર એફિડેવિટ જાહેર કરે તો સમસ્યા શું છે. વિધિ અધિકારીએ બેન્ચને કહ્યું હતું કે, અમારો સુવિચારિત જવાબ એ જ છે, જે અમે અમારી છેલ્લી એફિડેવિટમાં સન્માનપૂર્વક કહ્યો હતો. મહેરબાની કરીને અમારા દૃષ્ટિકોણથી આ મુદ્દાને જોવે. કારણ કે, અમારી એફિડેવિટ પર્યાપ્ત છે. તેમણે કહ્યું હતું કે, ભારત સરકાર દેશની સર્વોચ્ચ કોર્ટ સમક્ષ છે.
300થી વધુ મોબાઈલ ફોન નંબરોની કરાઈ જાસુસી
વરિષ્ઠ વકીલે કહ્યું હતું કે, જો કોઈ દેશની સરકાર આ વાતની જાણકારી આપે છે કે, કયા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે અને કયાનો નહીં, તો આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ લોકો પહેલાથી પગલાં ઉઠાવી શકે છે. આ અરજીઓ ઈઝરાયેલી કંપની NSOના સ્પાઈવેર પેગાસસનો ઉપયોગ કરીને પ્રતિષ્ઠિત નાગરિકો, નેતાઓ અને પત્રકારોની સરકારી એજન્સીઓ દ્વારા કથિત રીતે જાસુસી કરવામાં આવતા સમાચાર સંબંધીત છે. એક આંતરરાષ્ટ્રીય મીડિયા સમૂહે કહ્યું હતું કે, પેગાસસ સ્પાઈવેરનો ઉપયોગ કરીને 300થી વધુ ભારતીય મોબાઈલ ફોન નંબરોને દેખરેખ માટે સંભવિત લક્ષ્યોની યાદીમાં રાખવામાં આવ્યા હતા.
આપને જણાવી દઈએ કે, કોંગ્રેસે સંસદના ચોમાસા સત્રના પહેલા દિવસે દાવો કર્યો હતો કે, ઈઝરાયેલી સ્પાઈવેર પેગાસસ (Israeli Spyware Pegasus)નો ઉપયોગ કરીને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, અનેક વિપક્ષી નેતાઓ, મીડિયા સમૂહો અને અલગ અલગ ક્ષેત્રોના પ્રમુખ લોકોની જાસુસી કરાવવામાં આવી છે. આ માટે આ મામલામાં ગૃહપ્રધાન અમિત શાહે રાજીનામું આપવું જોઈએ અને રાજીનામું ન આપે તો તેમને બરતરફ કરવા જોઈએ.
માહિતી ટેક્નોલોજી અને સંચાર પ્રધાને સોમવારે આ સમાચારોને નકારી કાઢ્યા હતા
માહિતી ટેક્નોલોજી અને સંચાર પ્રધાન અશ્વિની વૈષ્ણવે (Minister of Information Technology and Communications Ashwini Vaishnav) પેગાસસ સોફ્ટવેરના માધ્યમથી ભારતીયોની જાસુસી કરવાના સંબંધીત સમાચારોને સોમવારે નકારી કાઢતા કહ્યું હતું કે, સંસદના ચોમાસા સત્ર પહેલા લગાવવામાં આવેલા આરોપ ભારતીય લોકતંત્રની છબીને બગાડવાનો પ્રયાસ છે. લોકસભામાં પ્રધાને કહ્યું હતું કે, જ્યારે દેશમાં નિયંત્રણ અને દેખરખની વ્યવસ્થા પહેલાથી જ છે. ત્યારે અનધિકૃત વ્યક્તિ દ્વારા અમાન્ય રીતે દેખરેખ કરવી સંભવ નથી.
શું છે પેગાસસ સોફ્ટવેર?
પેગાસસ એક પાવરફુલ સ્પાઈવેર સોફ્ટવેર છે, જે મોબાઈલ અને કમ્પ્યુટરથી ગોપનીય અને વ્યક્તિગત જાણકારીઓ ચોરી લે છે અને તેને હેકર્સ સુધી પહોંચાડે છે. આ સ્પાઈવેર કહેવાય છે. એટલે કે આ સોફ્ટવેર તમારા ફોનથી તમારી જાસુસી કરે છે. ઈઝરાયેલી કંપની NSO ગ્રુપનો દાવો છે કે, તે આને વિશ્વભરની સરકારોને આપશે. આનાથી NSO અથવા એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ ચલાવનારા ફોનને હેક કરવામાં આવી શકે છે. પછી આ ફોનનો ડેટા, ઈ-મેલ, કેમેરા, કોલ રેકોર્ડ અને પોટો સહિત દરેક એક્ટિવિટિને ટ્રેસ કરે છે.
સંભાળીને, જાણો કઈ રીતે થાય છે જાસુસી?
જો આ પેગાસસ સ્પાઈવેર તમારા ફોનમાં આવી ગયું તો તમે 24 કલાક હેકર્સની દેખરેખ હેઠળ આવી જશો. આ તમને મોકલવામાં આવેલા મેસેજની કોપી કરી લેશે. આ તમારા ફોટો અને કોલ રેકોર્ડ તાત્કાલિક હેકર્સને શેર કરશે. તમારી વાતચીત રેકોર્ડ કરવામાં આવી શકે છે. તમને ખબર પણ નહીં પડે અને પેગાસસ તમારા ફોનથી જ તમારો વીડિયો બનતો રહેશે. આ સ્પાઈવેરમાં માઈક્રોફોનને એક્ટિવ કરવાની ક્ષમતા છે. આ માટે કોઈ પણ અજાણી લિન્ક પર ક્લિક કરતા પહેલા ચેક જરૂર કરો.
કેવા ફોનમાં આવે છે આ જાસુસ પેગાસસ?
જેવા અન્ય વાઈરસ અને સોફ્ટવેર તમારા ફોનમાં આવે છે. તેવી જ રીતે પેગાસસ પણ કોઈ મોબાઈલ ફોનમાં એન્ટ્રી લે છે. ઈન્ટરનેટ લિન્કના સહારે. તે લિન્ક મેસેજ, ઈ-મેલ, વોટ્સએપ મેસેજના માધ્યમથી મોકલવામાં આવે છે. વર્ષ 2016માં પેગાસસની જાસુસી અંગે પહેલી વાર ખબર પડી હતી. UAEના માનવાધિકાર કાર્યકર્તાએ દાવો કર્યો હતો કે, તેમના ફોનમાં અનેક SMS આવ્યા, જેમાં લિન્ક આપવામાં આવી હતી. તેમણે તેની તપાસ કરાવી તો જાણવા મળ્યું હતું કે, સ્પાઈવેરની લિન્ક છે. નિષ્ણાતોના મતે, આ પેગાસસની સૌથી જૂની એડિશન હતી. હવે આની ટેક્નોલોજી વધુ વિકસિત બની છે. હવે આ 'ઝીરો ક્લિક'ના માધ્યમથી એટલે કે વોઈસ કોલિંગના માધ્યમથી ફોનમાં એન્ટ્રી લઈ શકે છે.