ગુજરાત

gujarat

ETV Bharat / bharat

એડવોકેટ મહમૂદ પ્રાચા સામેના સર્ચ વોરંટના કેસનો આવશે ચુકાદો - સેશન્સ કોર્ટ આપશે ચુકાદો

ઉત્તર-પૂર્વ દિલ્હીના તોફાનના કેટલાક કેસના વકીલ મહમૂદ પ્રાચા સામે સર્ચ વોરંટ કેસમાં શનિવારે સુનાવણી થશે. આ અગાઉ વકીલ મહમૂદ પ્રાચા સર્ચ વોરંટ રોકવા માટે અનેક દલીલો કરી ચુક્યા છે તેમ છતાં મેટ્રોપોલિટન કોર્ટે આ દલીલોને ફગાવી છે.

એડવોકેટ મહમૂદ પ્રાચા સામેના સર્ચ વોરંટના કેસનો આવશે ચુકાદો
એડવોકેટ મહમૂદ પ્રાચા સામેના સર્ચ વોરંટના કેસનો આવશે ચુકાદો

By

Published : Mar 27, 2021, 10:48 AM IST

Updated : Mar 27, 2021, 2:17 PM IST

  • એડવોકેટ મહમૂદ પ્રાચા સામેના સર્ચ વોરંટનો ચુકાદો
  • સેશન્સ કોર્ટ આપશે ચુકાદો
  • 9 માર્ચે પોલીસ છાપા મારવા પહોંચી હતી

નવી દિલ્હી:દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટની સેન્શસ કોર્ટમાં શનિવારે ઉત્તર-પૂર્વ દિલ્હીના તોફાનના કેટલાક કેસના વકીલ મહમૂદ પ્રાચા સામે સર્ચ વોરંટની અનુમતિ અંગેના મેટ્રોપોલિટન કોર્ટના નિર્ણયની સામેની અરજી પર સુનાવણી કરવામાં આવશે. એડિશન સેશંસ જજ ધર્મેન્દ્ર રાણા આ કેસની સુનવણી કરશે.

મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે આપી હતી સર્ચ વોરંટને મંજૂરી

ગત 26 માર્ચે એડિશન સેશન્સ જજ ધર્મન્દ્ર રાણાએ સર્ચ વોરંટ સામે કોઇ પણ ડખલ કરવાનો ઇનકાર કરી દીધો હતો. જણાવી દઇએ કે પટિયાલા હાઉસ કોર્ટના ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટએ મહમૂદ પ્રાચાના સર્ચ વોરંટની મંજૂરી આપી હતી. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જજે કહ્યું હતું કે મહમૂદ પ્રાચાનો વિરોધ અયોગ્ય છે અને પોલીસને તેમના કમ્પ્યૂટરને જપ્ત કરવાની અનુમતિ આપવામાં આવે છે.

વધુ વાંચો:વકીલ મહેમૂદ પ્રાચા સામે સર્ચ વોરન્ટ જાહેર કરવા દિલ્હીની પટિયાલા કોર્ટની મંજૂરી

સેક્સશન 126નો લાભ નહીં મળે

સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસ અને વકીલ અમિત પ્રસાદે જણાવ્યું હતું કે મહમૂદ પ્રાચાને સેક્સશન 126નો લાભ નહીં આપી શકાય. તેમણે જણાવ્યું હતું કે પેન ડ્રાઇવથી ડેટા કાઢીને તપાસ કરવાની વાત યોગ્ય નથી. આના કારણે તપાસમાં અવરોધ આવશે. તેમણે સર્ચ વોરંટને રોકવા માટે કોર્ટના આદેશને રદ્દ કરવાની માંગ કરી હતી.

વધુ વાંચો:ગુનાહિત કેસ દાખલ કરીને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ગળું ન દબાવી શકાયઃ SC

9 માર્ચે પોલીસ છાપો મારવા પહોંચી હતી

10 માર્ચે કોર્ટને મહમૂદ પ્રાચા સામે સર્ચ વોરંટ જાહેર કર્યું હતું. આ પહેલાં 9 માર્ચે દિલ્હી પોલીસનું સ્પેશિયલ સેલ મહમૂદ પ્રાચાની નિઝામુદ્દીન ઇસ્ટ ખાતેના ઑફિસ પર છાપો મારવા પહોંચી હતી પણ ઑફિસ પર કોઇ ન હોવાના કારણે પાછી ગઇ હતી. જે બાદ મહમૂદ પ્રાચાએ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતાં. સુનવણી દરમ્યાન મહમૂદ પ્રાચાએ જણાવ્યું હતું કે પોલીસે જે પહેલા સર્ચ કર્યું હતું તેમાં જ તમામ દસ્તાવેજ મેળવી લીધા હતાં હવે કોઇ તપાસની જરૂર નથી.

Last Updated : Mar 27, 2021, 2:17 PM IST

ABOUT THE AUTHOR

...view details