નવી દિલ્હીપેગાસસ જાસૂસી કેસમાં (Pegasus spy case) આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી (Supreme Court to hear Pegasus espionage case) હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે રચાયેલી કમિટીના રિપોર્ટની તપાસ કરી હતી. આ દરમિયાન કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, આ રિપોર્ટ જાહેર વિતરણ માટે નથી. કોર્ટે તેને ગોપનીય ગણાવ્યું હતું. ટેકનિકલ કમિટીના રિપોર્ટ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સમિતિને 29 ફોન આપવામાં આવ્યા હતા અને તેમને કેટલાક માલવેર મળ્યા છે. આ 29 ફોનમાંથી 5 ફોનમાં કેટલાક માલવેર હતા. જો કે, આ માલવેર વાયરસ પાછળનું કારણ પેગાસસ છે કે કેમ તે સ્પષ્ટ નથી.
આ પણ વાંચોગુજરાત સરકારે તિસ્તાની જામીન સુનાવણી માટે સમય માંગ્યો
અહેવાલ ત્રણ ભાગમાં રજૂ કરવામાં આવશેઆ મામલામાં સુપ્રીમ કોર્ટે મે મહિનામાં આ મામલાની તપાસ કરી રહેલી ટેકનિકલ કમિટીને 4 અઠવાડિયાનો સમય આપ્યો હતો. જેમાં તેમને આ સુનાવણીમાં પોતાનો અંતિમ રિપોર્ટ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું. કોર્ટે આ દરમિયાન એમ પણ કહ્યું કે, રિપોર્ટ ત્રણ ભાગમાં રજૂ કરવામાં આવ્યો છે. ટેકનિકલ કમિટીના બે અહેવાલો અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ આરવી રવિેન્દ્રન દ્વારા દેખરેખ હેઠળની સમિતિનો એક અહેવાલ.