- સ્પેશિયલ જજ એમ. કે. નાગપાલ આ કેસની સુનાવણી કરશે
- 24 જુલાઇના રોજ પી.ચિદમ્બરમે કેસ સંબંધિત દસ્તાવેજોની નકલની માગ કરી
- કોર્ટે મની લોન્ડરિંગ એક્ટની કલમ 3 અને 70 હેઠળ દાખલ કરેલી ચાર્જશીટની નોંધ લીધી
નવી દિલ્હી : દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ INX મીડિયા ડીલ કેસમાં પૂર્વ પ્રધાન પી. ચિદમ્બરમ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે. સ્પેશિયલ જજ એમ. કે. નાગપાલ આ કેસની સુનાવણી કરશે.
CBIએ 15 મી મે 2017ના રોજ FIR નોંધાવી હતી
24 જુલાઇના રોજ પી.ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્થ ચિદમ્બરમે આ કેસ સંબંધિત દસ્તાવેજોની નકલની માગ કરી છે. 24 માર્ચે કોર્ટે તમામ આરોપીઓને ED દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટની નોંધ લેતા સમન્સ જારી કર્યા હતા. કોર્ટે મની લોન્ડરિંગ એક્ટની કલમ 3 અને 70 હેઠળ દાખલ કરેલી ચાર્જશીટની નોંધ લીધી હતી. આ કેસમાં CBIએ 15 મી મે 2017ના રોજ FIR નોંધાવી હતી. EDએ 18 મે 2017ના રોજ FIR નોંધાવી હતી. CBI એ ભારતીય દંડ સંહિતાની કલમ 120B, 420 અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 8, 12 (2) અને 13 (1) (d) હેઠળ આરોપો લગાવ્યા છે. આ FIR, INX મીડિયા ડિરેક્ટર ઈન્દ્રાણી મુખર્જી અને ચીફ ઓપરેટિંગ ઓફિસર પીટર મુખર્જીની ફરિયાદ પર નોંધવામાં આવી હતી.