નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં આજે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટની તપાસની માંગ કરતી અરજી પર સુનાવણી યોજાઈ હતી. કોર્ટે ભારતીય રોકાણકારોને લાખો કરોડો રૂપિયાના નુકસાન પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે નિષ્ણાત સમિતિની રચના કરવાના સંકેત પણ આપ્યા હતા. સાથે જ ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે તેમણે સૂચનો માગ્યા હતા. હવે આ મામલે સોમવારે વધુ સુનાવણી હાથ ધરાશે.
મોનિટરિંગ કમિટી બનાવવા માંગ: એડવોકેટ વિશાલ તિવારીએ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને પત્ર લખ્યો છે. તિવારીની અરજીમાં મોટી કંપનીઓને રૂપિયા 500 કરોડથી વધુની લોન આપવા માટે દરેક મોનિટરિંગ કમિટી બનાવવાના નિર્દેશની માગણી કરવામાં આવી છે. ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ આ મામલાની યાદી તરત જ રજૂ કરવા વિનંતી કરી હતી. એડવોકેટ વિશાલ તિવારીએ જણાવ્યું હતું કે હું તપાસ સમિતિની રચનાની માગણી કરી રહ્યો છું. આના પર સોલિસિટર જનરલે કહ્યું કે અમારી ચિંતા એ છે કે અમે ભારતીય રોકાણકારોના હિતોનું રક્ષણ કેવી રીતે કરી શકીએ.
આ પણ વાંચો:Adani vs Hindenburg : અદાણીએ હિંડનબર્ગ સામે ખોલ્યો મોરચો, અમેરિકન કાનૂની ટીમને કરી હાયર