નવી દિલ્હીઃસમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ એસકે કૌલ, એસ રવિન્દ્ર ભટ, પીએસ નરસિમ્હા અને હિમા કોહલીની બનેલી સર્વોચ્ચ અદાલતની પાંચ જજોની બંધારણીય બેન્ચ મંગળવારથી દેશમાં સમલૈંગિક લગ્નોને કાનૂની માન્યતા આપવાની માંગ કરતી અરજીઓ પર સુનાવણી કરી રહી છે. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે તારીખ 25 નવેમ્બરના રોજ બે સમલૈંગિક યુગલો દ્વારા દાખલ કરવામાં આવેલી અલગ-અલગ અરજીઓ પર કેન્દ્રનો જવાબ માંગ્યો હતો. જેમાં સંબંધિત સત્તાવાળાઓને તેમના લગ્નના અધિકારનો અમલ કરવા અને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ તેમના લગ્નની નોંધણી કરાવવાના નિર્દેશો માંગવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ Saurashtra Tamil Sangamam: સોમનાથ મંદિરે પહેલી વખત અંગ્રેજીમાં લાઈટ એન્ડ સાઉન્ડ શૉ
આવા મુદ્દાઓ મુખ્યઃઆ મામલે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) પણ સોમવારે સુપ્રીમ કોર્ટ પહોંચ્યું છે. NCPCR ગે લગ્નને કાયદેસર બનાવવાની વિરુદ્ધ છે. તેમણે કહ્યું છે કે, સમલિંગી યુગલો સારા માતા-પિતાની ભૂમિકા ભજવી શકતા નથી. તેણે સુપ્રીમ કોર્ટમાં પોતાના સોગંદનામામાં કહ્યું છે કે, હિંદુ મેરેજ એક્ટ અને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ સમલિંગી યુગલો દ્વારા બાળકોને દત્તક લેવાને માન્યતા આપતા નથી. સંસ્થાએ કહ્યું છે કે સમલિંગી માતા-પિતા દ્વારા ઉછેરવામાં આવેલા બાળકોને પરંપરાગત લિંગ રોલ મોડલ સુધી મર્યાદિત પ્રવેશ મળી શકે છે.