ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અગ્નિપથ યોજના અંગે આજે દિલ્હી હાઈકોર્ટમાં થઈ શકે ફેંસલો - indian navy recruitment 2022

દિલ્હી હાઈકોર્ટ આજે અગ્નિપથ યોજના અંગે સુનાવણી કરશે. સેનાની ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારોએ કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલી અગ્નિપથ યોજનાનો સખત વિરોધ કર્યો હતો. Hearing on Agneepath scheme, Delhi High Court on Agneepath scheme

અગ્નિપથ યોજના અંગે આજે દિલ્હી હાઈકોર્ટમાં થઈ શકે ફેંસલો
અગ્નિપથ યોજના અંગે આજે દિલ્હી હાઈકોર્ટમાં થઈ શકે ફેંસલો

By

Published : Aug 25, 2022, 1:35 PM IST

નવી દિલ્હી:હાઈકોર્ટ આજે કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના (Hearing on Agneepath scheme) અંગે દાખલ અરજીઓ પર સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની અધ્યક્ષતાવાળી બેંચ આ મામલે સુનાવણી કરશે.

આ પણ વાંચો:ગુજરાત સરકારે તિસ્તાની જામીન સુનાવણી માટે સમય માંગ્યો

19 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે તેની અને અન્ય હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસને દિલ્હી હાઈકોર્ટમાં (Delhi High Court on Agneepath scheme) ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. દિલ્હી હાઈકોર્ટ પહેલાથી જ ભારતીય નૌકાદળની જાહેરાતને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી છે, જેમાં તેને 12મા ધોરણમાં મેળવેલા કટ-ઓફ માર્ક્સ વધારીને ઉમેદવારોની પસંદગી કરવાનું કહેવામાં આવ્યું છે. અરજીકર્તાનું કહેવું છે કે, આ જાહેરાત ભારતીય નૌકાદળમાં પસંદગી (indian navy recruitment 2022) માટે જે માપદંડ બનાવવામાં આવ્યા છે તેનું ઉલ્લંઘન કરે છે.

આ પણ વાંચો:ચૂંટણી પંચે ઝારખંડના સીએમની સદસ્યતા રદ કરવા રાજ્યપાલને ભલામણ મોકલી

એરફોર્સમાં પસંદગી પામેલા 20 ઉમેદવારોએ અગ્નિપથ યોજનાને લઈને હાઈકોર્ટમાં અરજી પણ કરી છે. તેમની અરજીમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાથી પ્રભાવિત થયા વિના તેમને વાયુસેનામાં જોડવાનો આદેશ જારી કરવામાં આવે. એરફોર્સમાં પસંદ કરાયેલ ઉમેદવારોની પસંદગી એરફોર્સ X અને Y ટ્રેડમાં નિમણૂક માટે 2019માં કરવામાં આવી હતી, પરંતુ તેઓ જોડાયા નથી.

2019ની એનરોલમેન્ટ લિસ્ટ:અરજીમાં એવી માગણી કરવામાં આવી છે કે, એરફોર્સની 2019ની એનરોલમેન્ટ લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવે અને તેમને તેમાં જોડવામાં આવે. એરફોર્સની ઓફિશિયલ વેબસાઈટએ કહ્યું કે, કોરોનાને કારણે તેઓ જોડાઈ રહ્યાં નથી, પરંતુ હવે કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને કારણે તેમના જોડાવા પર અસર પડી શકે છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, તેમની નિમણૂકમાં માત્ર છેલ્લો તબક્કો બાકી છે, તેથી તેઓ એરફોર્સમાં નિમણૂક માટે હકદાર છે. જો 2019ની એરફોર્સમાં પસંદગી મનસ્વી રીતે રદ કરવામાં આવે છે, તો તે બંધારણની કલમ 16(1) હેઠળ આપવામાં આવેલા અધિકારોનું ઉલ્લંઘન હશે.

ABOUT THE AUTHOR

...view details