- અપંગ અને અશક્ત વ્યક્તિને ઘરે જ આપવામાં આવશે રસી
- દેશમાં 66 ટકા લોકોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો
- કેરળમાં સૌથી વધું કોરોના દર્દીઓ સારવાર હેઠળ
નવી દિલ્હી : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે( Union Ministry of Health) કહ્યું હતું કે, કેરળ એકમાત્ર રાજ્ય છે જ્યાં કોરોના (CoronaVirus In India )ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 1 લાખથી વધુ છે. વધુમાં સરકારે કહ્યું કે, ગયા અઠવાડિયે નોંધાયેલા કુલ કેસોમાં 62.73 ટકા કેરળ (Corona In Kerala) ના હતા. સરકારે એ પણ કહ્યું કે, અપંગ લોકો અને જે લોકો હલન-ચલન નથી કરી શકતા તેમને COVID-19 રસી આપવાની વ્યવસ્થા ઘરે કરવામાં આવશે.
ટ્રાવેલ પોલિસીમાં બ્રિટનનો નિયમ ભેદભાવપૂર્ણ : આરોગ્ય મંત્રાલય
સરકાર સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું કે, 33 જિલ્લાઓમાં કોરોનાના 10 ટકાથી વધુ નવા કેસ સાપ્તાહિક સ્તરે નોંધાઈ રહ્યા છે, જ્યારે 23 જિલ્લાઓમાં 5 થી 10 ટકા કેસ નોંધાઈ રહ્યા છે. સરકારે ભારતમાં રસીકરણ કરાયેલા લોકોને 10 દિવસ સુધી અલગ રાખવાના બ્રિટનના નિયમ પર જણાવ્યું હતું કે, ભારતમાં રસીવાળા લોકોને 10 દિવસ સુધી અલગ રાખવાનો બ્રિટનનો નિયમ ભેદભાવપૂર્ણ છે. અમને વિશ્વાસ છે કે ઉકેલ મળી જશે, અમને પણ આ પ્રકારના પગલા લેવા માટે અધિકાર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, તહેવારો માટે કોરોના માર્ગદર્શિકા હેઠળ, 5 ટકાથી વધુ સંક્રમણ દર ધરાવતા જિલ્લાઓ અને કન્ટેનમેન્ટ ઝોનમાં લોકોના મેળાવડાને રોકવા જોઈએ.
આ મુદ્દે બન્ને દેશો વચ્ચે ચર્ચા થઈ