નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન(Union Minister of Health and Family Welfare) મનસુખ માંડવિયા આજે શુક્રવારે આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે કોવિડ -19 ની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે સમીક્ષા બેઠક(Review meeting on current status of Covid-19) યોજશે.
આ પણ વાંચો :India Corona Update: છેલ્લા 24 કલાકમાં 2.86 લાખ નવા કેસ, 573 લોકોના મોત
કોરોનાને રોકવા યોજાશે બેઠક
સમીક્ષા બેઠક આજે શુક્રવારે બપોરે 2.30 કલાકે વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાશે, જેમાં માંડવીયા આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, તેલંગાણા, લક્ષદ્વીપ, તમિલનાડુ, પુડુચેરી અને અંદમાન અને નિકોબાર ટાપુઓમાં કોવિડ-19ની પ્રવર્તમાન સ્થિતિ અને ઓમિક્રોનને રોકવા માટે માટેની તૈયારીઓની સમીક્ષા કરશે.
આ પણ વાંચો : Regular Market Approval For Vaccine: કોવિશીલ્ડ અને કોવેક્સિન પુખ્ત વયના લોકો માટે બજારમાં વેચી શકાશે, DCGIએ આપી મંજૂરી