- વેક્સિનેશનની ઝડપ વધારવા રાજ્યોને કરી અપીલ
- તમામને રસીને બંને ડોઝ મળે તેની ખાતરી કરવા કહ્યું
- કોરોના સામેની લડાઈમાં રસીકરણને ગણાવ્યું સૌથી શક્તિશાળી
નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયા (union health minister mansukh mandaviya)એ મણિપુર (manipur), મેઘાલય (meghalay), નાગાલેન્ડ (nagaland) અને પોન્ડિચેરી (puducherry)ને સોમવારના અપીલ કરી કે તેઓ કોવિડ-19 રસીકરણની ઝડપ વધારવા માટે આક્રમક અભિયાન (campaign) શરૂ કરે અને પુખ્ત ઉંમરના લોકોના પૂર્ણ રસીકરણની ખાતરી કરે.
નાગાલેન્ડ અને પોન્ડિચેરીમાં રસીકરણની ગતિ ધીમી
મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ અને પોન્ડિચેરીમાં રસીકરણ (corona vaccination)ની ગતિ પ્રમાણમાં ધીમી છે. આરોગ્ય વિભાગે (health department) એક નિવેદનમાં જણાવ્યું કે માંડવિયાએ પુનરાવર્તન કર્યું કે, કોવિડ-19 સામેની લડાઈમાં રસીકરણ એ સૌથી શક્તિશાળી શસ્ત્ર છે. તેમણે આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (union territories)ને અપીલ કરી કે તેઓ રસી લેવા માટે પુખ્ત વયના લોકોને પ્રેરિત કરવા માટે બિન-સરકારી સંસ્થાઓ (NGO), ધાર્મિક સંગઠનો, ધાર્મિક નેતાઓ, સમુદાયને પ્રભાવિત કરનારાઓ અને અન્ય ભાગીદારો સહિત તમામ હિતધારકોની મદદ લે.
રસીકરણ અભિયાન આક્રમક રીતે શરૂ કરવા કહ્યું
તેમણે મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ અને પોન્ડિચેરીના સ્વાસ્થ્ય વિભાગના સ્વાસ્થ્ય સચિવો અને વરિષ્ઠ અધિકારીઓની ડિજિટલ બેઠકમાં કહ્યું કે, "આપણે કોવિડ-19 રસીકરણના અંતિમ તબક્કામાં છે. આવો, રસીકરણની ગતિ અને વ્યાપકતા વધારીને આક્રમક અભિયાન શરૂ કરીએ, જેથી પૂર્ણ કોવિડ-19 રસીકરણ ચોક્કસથી થઈ શકે."
માંડવિયાએ મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ અને પોન્ડિચેરીમાં કોવિડ રસીકરણની સ્થિતિ અને 'હર ઘર દસ્તક' અભિયાનની સમીક્ષા કરવા માટે બેઠકની અધ્યક્ષતા કરી.