હૈદરાબાદ:તમારો આરોગ્ય વીમો સૂચવે છે કે તમે કેટલા આર્થિક રીતે સુયોજિત છો. જો તમે વ્યાપક આરોગ્ય વીમો લો છો તો તે તમને સ્વાસ્થ્ય કટોકટીના સમયમાં રાહત આપશે. આરોગ્ય વીમો લેતા પહેલા નિયમો અને શરતો કાળજીપૂર્વક વાંચો. ઘણા લોકો માને છે કે સ્વાસ્થ્ય વીમા પૉલિસી લેવામાં આવે ત્યારથી તબીબી ખર્ચ આવરી લે છે. આ માત્ર અકસ્માતોને જ લાગુ પડે છે. કંપનીઓ વિવિધ રોગોને આવરી લેવા માટે રાહ જોવાનો સમય નક્કી કરે છે.
'વેઇટિંગ પિરિયડ' શું છે?: કોઈ પણ વ્યક્તિ આરોગ્ય વીમો કઢાવે ત્યારે તાબડતોબ ક્લેમ પાસ કરવામાં આવતા નથી. અમુકમાં તરત રિસ્ક કવર થાય છે અને અમુક માટે કંપનીઓ વેઇટિંગ પિરિયડ રાખે છે. વેઇટિંગ પિરિયડ પૂરો થયા બાદ જ ક્લેમ આવે તો એ પાસ કરવામાં આવે છે. અહીં નોંધવું ઘટે કે વેઇટિંગ પિરિયડ દરમ્યાન અકસ્માત સિવાયનાં કારણોસર હૉસ્પિટલાઇઝેશન થાય તો એનો ક્લેમ પાસ કરવામાં આવતો નથી. સાથે-સાથે એ પણ જણાવવું રહ્યું કે વેઇટિંગ પિરિયડ અનેક પ્રકારના હોય છે. પૉલિસીની શરૂઆતમાં સામાન્ય રીતે એકથી ત્રણ મહિના સુધીનો વેઇટિંગ પિરિયડ હોય છે.
વેઇટિંગ પિરિયડ એકથી ત્રણ વર્ષ વચ્ચેનો હોય છે: આ સમયગાળામાં માર્ગ-અકસ્માત કે ઔદ્યોગિક-અકસ્માત થાય તો એ કવર કરવામાં આવે છે, એના સિવાયના ક્લેમ કવર થતા નથી. બીજો પ્રકાર બીમારી પર આધારિત હોય છે. અલગ-અલગ બીમારીઓ માટેના ક્લેમ સંબંધે વેઇટિંગ પિરિયડ એકથી ત્રણ વર્ષ વચ્ચેનો હોય છે. પૉલિસીધારકને પહેલેથી કોઈ બીમારી હોય (પ્રી-એક્ઝિસ્ટિંગ ડિસીઝ) તો પણ વેઇટિંગ પિરિયડ લાગુ થાય છે. એ પણ એકથી ત્રણ વર્ષ વચ્ચેનો કોઈ પણ સમયગાળો હોય છે. વેઇટિંગ પિરિયડ પૂરો થયા પછી કોઈ પણ પ્રી-એક્ઝિસ્ટિંગ ડિસીઝના ક્લેમ કવર થાય છે.