અજિતસિંહનગરઃઆંધ્રપ્રદેશના અજિતસિંહનગરમાં મહિલાના સ્નાન કરતી વખતની તસવીરો ખેંચીને તેના પર દુષ્કર્મ કરવાની ઘટના સામે આવી છે. આરોપીએ મહિલાના સ્નાન કરતા ફોટો બતાવીને મહિલાને ધમકી આપી હતી. લોકોને ફોટા બતાવવાનું કહીને તેણે એક વર્ષ સુધી મહિલા પર દુષ્કર્મ કર્યું હતું. એટલું જ નહિ તેણે લાખો રૂપિયા પણ પડાવ્યા હતા. તેના ત્રાસથી પીડિત મહિલાએ તેના પરિવારજનોની મદદથી વિજયવાડા શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
બ્લેકમેઈલ કરીને દુષ્કર્મ આચર્યું:એક દિવસ જ્યારે મહિલા રાજીવનગરમાં તેના ઘરે સ્નાન કરી રહી હતી. ત્યારે તેણે ગુપ્ત રીતે ફોટા પાડી લીધા. ત્યારબાદ તેણે મહિલાને ફોટા બતાવીને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું. લોકોને ફોટા બતાવવાની ધમકી આપીને તેણે મહિલા પર દુષ્કર્મ આચર્યું. ત્યારબાદ તેણે મહિલા સાથે ઘણી વખત દુષ્કર્મ કર્યું. આરોપી માત્ર અહીંથી જ ન અટક્યો. તેણે મહિલાને ધમકી આપીને રૂપિયા 16 લાખ રોકડા લીધા હતા. મહિલાએ પૈસા પાછા માંગ્યા ત્યારે તેણે તેણીને માર માર્યો.
આ પણ વાંચો:Kheda Crime News : પોતાની પત્ની પર દુ્ષ્કર્મ કરાવનાર નરાધમ પતિને 10 વર્ષ કેદની સજા ફટકારાઈ