ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સની લિયોન સામે છેતરપિંડી કેસમાં કેરળ હાઈકોર્ટનો મોટો નિર્ણય - બોલિવૂડ અભિનેત્રી સની લિયોન

હાઈકોર્ટે બુધવારે રાજ્ય પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બોલિવૂડ અભિનેત્રી સની લિયોન (Bollywood actress Sunny Leone)અને અન્ય બે વિરુદ્ધ કરારના ભંગ બદલ દાખલ કરવામાં આવેલી FIRમાં આગળની કાર્યવાહી પર રોક લગાવી દીધી (Cheating case against Sunny Leone) છે. જસ્ટિસ ઝિયાદ રહેમાને અભિનેત્રી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ધ્યાનમાં લઈને આ નિર્ણય લીધો છે.

Etv Bharatસની લિયોન સામે છેતરપિંડી કેસમાં કેરળ હાઈકોર્ટનો મોટો નિર્ણય
Etv Bharatસની લિયોન સામે છેતરપિંડી કેસમાં કેરળ હાઈકોર્ટનો મોટો નિર્ણય

By

Published : Nov 16, 2022, 8:26 PM IST

કેરળ:હાઈકોર્ટે બુધવારે રાજ્ય પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બોલિવૂડ અભિનેત્રી સની લિયોન (Bollywood actress Sunny Leone) અને અન્ય બે વિરુદ્ધ કરારના ભંગ બદલ દાખલ કરવામાં આવેલી FIRમાં આગળની કાર્યવાહી પર રોક લગાવી દીધી (Cheating case against Sunny Leone) છે. જસ્ટિસ ઝિયાદ રહેમાને અભિનેત્રી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ધ્યાનમાં લઈને આ નિર્ણય લીધો છે.

સની લિયોન વિરુદ્ધ FIR:રાજ્ય પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ચાર વર્ષ પહેલાં કોઝિકોડમાં સ્ટેજ પર પર્ફોર્મન્સ માટે એક કંપની સાથેના કરારની શરતોનું ઉલ્લંઘન કરવા બદલ સની લિયોન વિરુદ્ધ FIR નોંધી છે. લિયોને કેરળ હાઈકોર્ટમાં તેની સામે નોંધાયેલી એફઆઈઆરને રદ કરવાની માંગ કરી હતી. અભિનેત્રીએ અરજીમાં તેના, તેના પતિ અને તેમના કર્મચારી પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા હતા અને દાવો કર્યો હતો કે તેઓ કોઈપણ ગુનામાં દોષિત નથી. ક્રાઈમ બ્રાન્ચે એર્નાકુલમ જિલ્લાના શિયા કુંજુ મોહમ્મદની ફરિયાદ પર કેસ નોંધ્યો હતો. કુંજુમોહમ્મદ કાર્યક્રમના નિર્દેશક હતા.

સની લિયોનીના વર્ક ફ્રન્ટ: સની લિયોને વર્ષ 2012માં ફિલ્મ 'જિસ્મ 2'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. છેલ્લા 10 વર્ષોમાં, તેણીએ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મરાઠી અને બંગાળી સહિત 30 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. સની છેલ્લે તેલુગુ ફિલ્મ 'ગિન્ના' (2022)માં જોવા મળી હતી. આ સિવાય સની લિયોન આઈટમ નંબર પણ કરે છે અને સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સનીની બેગમાં આગામી આઠ ફિલ્મોનો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

...view details