નવી દિલ્હીઃ ભારતને ક્રિકેટ ક્ષેત્રે પ્રથમ વર્લ્ડ કપ અપાવનાર કપિલ દેવનો આજે જન્મ દિવસ છે. કપિલ દેવ વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડર પૈકી એક છે. તેમણે ભારત માટે બેટિંગ અને બોલિંગ બંને ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ હતું. કપિલ દેવની કેપ્ટનશિપમાં 1983નો વર્લ્ડ કપ ભારતે જીત્યો હતો. આ ટૂર્નામેન્ટમાં કપિલ દેવનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. આ મહાન લિવિંગ લીજેન્ડ વિશે રોચક માહિતી વાંચો.
HBD Kapil Dev: લિવિંગ લીજન્ડ કપિલ દેવના જન્મ દિવસે જાણો રોચક વાતો - 5248 રન્સ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવનો આજે 65મો જન્મ દિવસ છે. તેમણે ભારતને જ્યારે જરુર પડી ત્યારે શ્રેષ્ઠ બેટિંગ અને બોલિંગ પર્ફોર્મન્સ પૂરુ પાડ્યું છે. આજના દિવસે જાણીએ કપિલ દેવ વિશે રોચક બાબતો. HBD Kapil Dev Former Cricket Captain World Cup Winner
![HBD Kapil Dev: લિવિંગ લીજન્ડ કપિલ દેવના જન્મ દિવસે જાણો રોચક વાતો 1983માં ભારતને વર્લ્ડ કપ જીતાડનાર પ્રથમ કેપ્ટન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-01-2024/1200-675-20444265-thumbnail-16x9-b-aspera.jpg)
1983માં ભારતને વર્લ્ડ કપ જીતાડનાર પ્રથમ કેપ્ટન
Published : Jan 6, 2024, 5:55 PM IST
કપિલ દેવ વિશે રોચક માહિતી
- કપિલ દેવનો જન્મ પંજાબના ચંદીગઢમાં 6 જાન્યુઆરી 1959માં થયો હતો. તેમના પિતા રામલાલ નિખંજ અને માનું નામ રાજકુમારી છે. કપિલ દેવને 7 ભાઈ બહેન છે.
- વર્ષ 1980માં રોમી ભાટિયા સાથે કપિલ દેવના લગ્ન થયા હતા. આ લગ્નથી કપિલ દેવને અમિયા નામની એક દીકરી છે.
- કપિલ દેવે ટેસ્ટ ડેબ્યૂ વર્ષ 1978માં પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ મેચમાં કર્યુ હતું. પાકિસ્તાન સામે જ વન ડે ડેબ્યૂ પણ કર્યુ હતું.
- વર્ષ 1982-83માં વેસ્ટઈન્ડિઝમાં રમાયેલ એક દિવસીય મેચની સીરીઝમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન કપિલ દેવને બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ 1983ના વર્લ્ડ કપમાં પણ તેમને કેપ્ટન બનાવવામાં આવ્યા હતા.
- 1983માં વર્લ્ડ કપ ભારત જીતે તેવી કોઈ આશા જ નહતી. જો કે કપિલ દેવની કેપ્ટનશિપ હેઠળ ભારતે ફાઈનલમાં વેસ્ટ ઈન્ડીઝને હરાવી દીધું હતું. આ જીતને લઈને સમગ્ર વિશ્વ આશ્ચર્ય ચકિત થઈ ગયું હતું.
- આ વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત ટોસ હારી ગયું હતું. વેસ્ટ ઈન્ડીઝે ટોસ જીતી ભારતને બેટિંગ આપી હતી જેમાં ભારતે 54.4 ઓવરમાં માત્ર 183 રનનો સ્કોર કર્યો હતો. જો કે વેસ્ટ ઈન્ડીઝ આ લક્ષ્યાંક હાંસલ ન કરી શકી અને 140 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ.
- વર્ષ 1984માં વેસ્ટ ઈન્ડીઝે ભારતને ટેસ્ટ અને વન ડે મેચમાં ખરાબ રીતે હરાવ્યું હતું. આ મેચીસમાં કપિલ દેવ કોઈ ખાસ પ્રદર્શન ન કરી શક્યા. ત્યારબાદ તેમની પાસેથી કેપ્ટનશિપ લઈ લેવામાં આવી. આ તેમના કેરિયરનો ખરાબ સમય હતો.
- વર્ષ 1987માં કપિલ દેવને ફરીથી કેપ્ટન બનાવવામાં આવ્યા. જેમાં ભારત સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હારી ગયું અને ટૂર્નામેન્ટની બહાર નીકળી ગયું. તેમની પાસેથી ફરીથી કેપ્ટનશિપ છીનવી લેવાઈ. ત્યારબાદ તેમને ફરીથી ક્યારેય કેપ્ટન ન બનાવવામાં આવ્યા.
- કપિલ દેવને ટીમ ઈન્ડિયાના કોચ પણ બનાવવામાં આવ્યા હતા. જો કે કેટલાક આરોપો લાગતા તેમને 10 મહિનામાં આ પદ પરથી રાજીનામુ આપવું પડ્યું હતું.
- કપિલ દેવ અર્જુન, પદ્મ શ્રી, પદ્મ ભૂષણ જેવા એવોર્ડ મેળવી ચૂક્યા છે.
- બોલિવૂડના ડાયરેક્ટર કબીર ખાને કપિલ દેવ પર રણવીર સિંહને લઈને બાયોપિક(1983) પણ બનાવી હતી. આજે લિવિંગ લીજન્ડ કપિલ દેવનો 65મો જન્મ દિવસ છે
કપિલ દેવે 131 મેચમાં 227 ઈનિંગ્સ રમીને 8 સેન્ચ્યૂરી 27 ફિફ્ટીઝ સહિત કુલ 5248 રન બનાવ્યા છે. જ્યારે બોલિંગ ક્ષેત્રે કુલ 434 વિકેટ્ઝ ઝડપી છે. તેમણે 5 વખત ફાઈવ વિકેટ પણ ઝડપી છે. તેમજ 2 વખત તેઓ 10 વિકેટ ઝડપી ચૂક્યા છે. કપિલ દેવે વન ડેમાં 225 મેચ રમીને 1 સેન્ચ્યૂરી 14 ફિફટીઝ સહિત કુલ 3783 રન બનાવ્યા છે. તેમણે 253 વિકેટ્સ પણ ઝડપી છે.