- DDMAને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા આદેશ અપાયો
- મરકઝના કર્મચારીઓની વિગતો મરકઝના તંત્રને સુપરત કરવાની રહેશે
- 200 લોકોની સૂચિમાંથી એક સમયે ફક્ત 20 લોકોને જ પ્રવેશ
નવી દિલ્હી:રમઝાનના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે નિઝામુદ્દીન મરકઝને નમાઝીઓ માટે ખુલવાનો નિર્દેશ કર્યો છે. આ દરમિયાન, અદાતલે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) ને કોરોના સંબંધિત માર્ગદર્શિકાઓનું પાલન કરવા નિર્દેશ આપ્યો છે. જસ્ટિસ મુક્તા ગુપ્તાએ પોલીસને સ્પષ્ટતા કરવા જણાવ્યું છે કે, તેઓએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માર્ગદર્શિકાની તપાસ કરવી જોઇએ. અદાતલે 13 એપ્રિલના રોજ સુનાવણી માટે આ મામલો નક્કી કર્યો છે. કોર્ટે કહ્યું હતું કે, અંદર જતા પહેલા નમાઝીઓનું તાપમાન તપાસવા ઉપરાંત મસ્જિદમાં CCTV કેમેરા લગાવવાની સૂચના પણ આપી છે.
આ પણ વાંચો:રમઝાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરો ઘરે જ નમાજ પઢી લોકડાઉનમાં તંત્રને સહયોગ આપે
કોરોના પ્રોટોકોલોનું પાલન કરવું પડશે
તેમણે સ્પષ્ટ કર્યું છે કે, આ દરમિયાન, મરકઝમાં કામ કરતા કર્મચારીઓની સંપૂર્ણ વિગતો મરકઝના વહીવટીતંત્રને સુપરત કરવાની રહેશે. તેમજ સામાજિક અંતરનાં નિયમોનું પણ પાલન કરવું પડશે. રોજા દરમિયાન મરકઝ ખોલવા અંગે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ વાંધો દાખલ કરવામાં આવ્યો ન હતો. પરંતુ, દિલ્હીમાં વધી રહેલા કોરોના કેસોને ધ્યાનમાં રાખીને મરકઝને ખોલ્યા પછી કોરોના સંબંધિત તમામ પ્રોટોકોલોનું પાલન કરવું ફરજિયાત રહેશે. માસ્ક અને સામાજિક અંતરના ઉપયોગને અનુસરવું પણ ફરજિયાત છે.