હાથસરઃઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના સાદાબાદ પાસેના એક ગામમાં અનોખા વિવાહ જોવા મળ્યા હતા. એક ભારતીય જવાને ઈન્ડોનેશિયાની યુવતી સાથે વિવાહ કર્યા છે. એ પણ ભારતીય પરંપરા અનુસાર, આ યુવતીનું નામ માર્ગેરિલા કૈમલિયા છે. જેના લગ્ન ઉત્તર પ્રદેશના જયનારાયણ નામના યુવક સાથે થયા છે. સૈન્ય જવાન જયનારાયણ અને ઈન્ડોનેશિયાની યુવતી વચ્ચે ફેસબુક પર દોસ્તી થઈ હતી. પછી આ દોસ્તી પ્રેમ અને પછી લગ્નમાં ફેરવાઈ ગઈ હતી.
Marriage Season: ભારતીય સૈન્યના જવાને ઈન્ડોનેશિયાની યુવતી સાથે ફેરા લીધા આ પણ વાંચોઃ Adenovirus Cases : પ.બંગાળમાં એડેનોવાયરસના કેસ સૌથી વધુ, સામાન્ય લક્ષણથી થાય છે સમસ્યાઓ
વિવાહ થયાઃ બન્નેએ હિન્દુ રીત રીવાજ અનુસાર લગ્ન કરી લીધા છે. બન્નેના પરિવાર આ લગ્નમાં હાજર રહ્યા અને દંપતિને આશીર્વાદ આપ્યા હતા. જયનારાયણ પોતાના પરિવાર પાસે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે માટે ઈન્ડોનેશિયાની યુવતીનું નામ નક્કી કરી લીધુ હતુ. છોકરાના ઘરના લોકોને આનાથી કોઈ મુશ્કેલી ન હતી. બન્નેના પરિવાજનોએ લગ્ન માટે સહમતી સાધી અને આ યુગલે ફરી લીધા.સૈન્ય જવાનના મિત્રનું માનવામાં આવે તો પહેલા આ યુગલે ચર્ચમાં લગ્ન કર્યા હતા. એ પછી ગુરૂવારે હિન્દુ રીત રીવાજ અનુસાર લગ્ન કરી લીધા હતા. આ લગ્ન જોવા માટે સ્થાનિકો ઉમટી પડ્યા હતા.
Marriage Season: ભારતીય સૈન્યના જવાને ઈન્ડોનેશિયાની યુવતી સાથે ફેરા લીધા આ પણ વાંચોઃ Shubh muhurt 2023 : જાણો હિન્દુ ધર્મમાં શુભ મુહૂર્તનું મહત્વ કેમ છે
પહેલો કિસ્સો નથીઃઆ કોઈ પહેલો કિસ્સો નથી કે, કોઈ વિદેશી યુવતીને ભારતીય પરંપરા ગમી હોય. આ પહેલા પણ ઘણી વિદેશી યુવતીઓએ ભારતીય યુવાનો સાથે ફેરા ફરીને સંસાર શરૂ કર્યો છે. આ યુવતીને પણ ભારતીય પરંપરા ખૂબ જ ગમી છે. તેણે એવી પણ ચોખવટ કરી છે કે, અમારી રીલેશનશીપ બે વર્ષ રહ્યા બાદ આ નિર્ણય કર્યો છે. જોકે, આ લગ્ન સમગ્ર હાથરસમાં ચર્ચાનો વિષય બની રહ્યા છે. આ પહેલા બરેલીના યુવાનને ઈન્ડોનેશિયાની યુવતી સાથે પ્રેમ થયો હતો. એ મામલો પણ ખૂબ ચર્ચામાં રહ્યો હતો. ઘણી વિદેશી યુવતીઓ ભારતીય પરંપરાને પોતાના દેશમાં પણ અનુસરી રહી છે.