ઇડુક્કી: કેરળના ઇડુક્કી જિલ્લાના રાજકુમારી (rajkumari village idukki kerala) ગામના એક યુવકે સંકટને અવસરમાં બદલ્યું. કોરોના (Corona in India)ને કારણે લોકડાઉન(Lockdown In India)થી જ્યારે ગુજરાન કરવું મુશ્કેલ થઈ રહ્યું હતું ત્યારે રાજકુમારી ગામના એક યુવાન અભિજીતે આ સંકટમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી કાઢ્યો. તેણે યુટ્યુબ પર સ્વરોજગારને લગતા ઘણા વિડીયો જોયા જેમાં તેને હેચરીનો ધંધો પસંદ આવ્યો.
જુગાડ કરીને બનાવ્યું ઈન્ક્યુબેટર
તે વિસ્તારમાં મુરઘીના બચ્ચાઓની પણ માંગ (demand for chickens in kerala) હતી. પછી તેણે હેચરી પ્લાન્ટ (hatchery plant in kerala) સ્થાપવાનું વિચાર્યું, પરંતુ તેની પાસે આ કામ શરૂ કરવા માટે પૂરતા પૈસા નહોતા. પછી યુટ્યુબ પર જ વિડિયો જોયા બાદ તેને હેચરી પ્લાન્ટ લગાવવાનો વિચાર આવ્યો. તેણે બલ્બ, વાયર, હીટર, પંખા વગેરે જેવી વસ્તુઓ ઓનલાઈન ઓર્ડર કરીને એક નાનું જુગાડ ઈન્ક્યુબેટર તૈયાર કર્યું. આ ઇન્ક્યુબેટરમાં ઈંડા (hatching eggs in incubator india)ને કૃત્રિમ રીતે સિવવામાં આવે છે, જેમાં બલ્બ અને હીટરમાંથી જરૂરિયાત મુજબ ગરમી આપીને ઈંડામાંથી બચ્ચાઓ બનાવવામાં આવે છે, અને આ રીતે તેણે પ્રોજેક્ટની શરૂઆત કરી.
આ પણ વાંચો:17 વર્ષીય જાનવી વેકરિયાએ કોરોના કાળમાં જરૂરિયાતમંદ લોકોની મદદ માટે પોતે એપ અને વેબસાઈટ બનાવી