- કોવેક્સિનનું ત્રીજા ફેઝનું ટ્રાયલ આજથી શરૂ
- સ્વાસ્થય પ્રધાન અનિલ વિજ કરશે રસીકરણ
- અનિલ વિજેએ ટ્વીટ કરીને આપી માહિતી
અંબાલાઃ હરિયાણાના સ્વાસ્થય પ્રધાન અનિલ વિજને કોવેક્સિનના ટ્રાયલના ત્રીજા ચરણમાં આજે રસી મુકવામાં આવશે. ગત્ત બુધવારે સ્વાસ્થય પ્રધાન વિજે વાલંટિયર કરવાની ઇચ્છા દર્શાવી હતી. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે, કોવેક્સિનના ત્રીજા ચરણના ટ્રાયલ માટે મેં ઓફર આપી છે કે, કોવેક્સિનનું પહેલું ટ્રાયલ મારા પર કરવામાં આવે. આજે (શુક્રવાર) અંબાલા છાવનીની સિવિલ હોસ્પિટલમાં તેમને રસી લગાવવામાં આવશે.
સ્વાસ્થય પ્રધાને ટ્વીટ કરીને માહિતી આપી
આ વાતની જાણકારી પોતે સ્વાસ્થય પ્રધાને ટ્વીટ કરીને આપી હતી. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું કે, કાલે મને ભારત બાયોટેકની કોવેક્સિન પરીક્ષણમાં રસીકરણ કરવામાં આવશે. આ રસી પીજીઆઇ રોહતક અને સ્વાસ્થય વિભાગના ડૉકટરોની એક વિશેષજ્ઞ ટીમની દેખરેખમાં સિવિલ હોસ્પિટલ અંબાલા કેન્ટમાં કાલે સવારે 11 કલાકે લગાવવામાં આવશે.
20 રિસર્ચ સેન્ટરોમાં 25 હજારથી વધુ વાલંટિયર્સને આ ડોઝ અપાશે
વધુમાં જણાવીએ તો આજે દેશભના 20 રિસર્ચ સેન્ટરોમાં 25 હજારથી વધુ વાલંટિયર્સને આ ડોઝ આપવા માટે તૈયાર છે. પહેલા ફેઝમાં સંસ્થાન દ્વારા 375 તેમજ બીજા ફેઝમાં 380 વાલંટિયર્સને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે. હવે ત્રીજા ચરણમાં 25 હજારથી વધુ વાલંટિયર્સને આ ડોઝ આપવામાં આવશે. વેક્સિન આવતાની સાથે જ તેને લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.