- ઉત્તરપૂર્વના કેટલાક રાજ્યોએ લોકડાઉન વધારવાની જાહેરાત કરી
- કોરોના વાઇરસના નવા કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે
- ઉત્તર ભારતના કેટલાક રાજ્યોએ લોકડાઉનમાં છૂટછાટ આપી
ન્યુ દિલ્હીઃ Lockdown India Update, દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાઇરસના નવા કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને, ઘણા રાજ્યોમાં લોકડાઉનમાં છૂટછાટ આપવાનું નક્કી કર્યું છે, તો ઘણા રાજ્યોમાં લોકડાઉનને આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. ઉત્તર ભારતના કેટલાક રાજ્યોએ લોકડાઉનમાં છૂટછાટ આપી છે, ત્યારે દક્ષિણ ભારત અને ઉત્તરપૂર્વના કેટલાક રાજ્યોએ લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચોઃઓડિશામાં લોકડાઉન લંબાવાયું, મુખ્યપ્રધાન પટનાયકે કરી જાહેરાત
દિલ્હી, મધ્યપ્રદેશે પ્રતિબંધોમાં છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો
હરિયાણા, કેરળ, તામિલનાડુ, મહારાષ્ટ્ર અને ગોવાએ કોરોનાની સ્થિતિ પર નજર રાખતા લોકડાઉન અથવા અન્ય પ્રતિબંધોને સોમવારથી આગામી અઠવાડિયાથી એક પખવાડિયા સુધી લંબાવાની જાહેરાત કરી છે, જ્યારે દિલ્હી, મધ્યપ્રદેશે આ પ્રતિબંધોમાં છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. ચાલો આપણે જાણીએ કે, દેશના કયા રાજ્યો છે જેણે લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે અને કોણે થોડી છૂટછાટ આપવાનું કહ્યું છે.
હરિયાણામાં લોકડાઉન 7 જૂન સુધી લંબાવાયુ
હરિયાણા સરકારે ફરી એકવાર લોકડાઉનમાં વધારો કર્યો છે. રાજ્યમાં હવે 7 જૂન સુધી લોકડાઉન રહેશે. આની જાહેરાત હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ દ્વારા કરવામાં આવી છે. હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર દુકાનો હવે સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. દુકાનોને ઓડ-ઇવન ફોર્મ્યુલા પર ખોલવામાં આવશે. 15 જૂન સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. નાઇટ કરફ્યૂ રાત્રે 10થી સવારે 5 સુધી ચાલુ રહેશે.
દિલ્હીમાં પ્રતિબંધમાં છૂટછાટ, પરંતુ લોકડાઉન ચાલુ
દિલ્હીમાં સોમવારથી છૂટછાટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ લોકડાઉનના પ્રતિબંધ 7 જૂન સુધી લાગુ રહેશે, ડીડીએમએએ હાલના લોકડાઉનને એક અઠવાડિયા સુધી લંબાવી દીધું છે. લોકડાઉન દરમિયાન, કામદારો અને કર્મચારીઓને જવા માટેની અનુમતિ હશે ફક્ત તેમને આવા-જવા માટે ઇ-પાસ લેવો પડશે.
કેરળ
કેરળના મુખ્યપ્રધાન પિનરાઇ વિજ્યને 9 જૂન સુધીમાં રાજ્યમાં પ્રતિબંધ લંબાવાની જાહેરાત કરી છે
પુડ્ડુચેરી
પુડ્ડુચેરી સરકારે કેન્દ્ર શાસિત ક્ષેત્રમાં લોકડાઉનને 7 જૂન સુધી વધારવાનો નિર્ણય લીધો છે.
તમિલનાડુ
તમિળનાડુએ લોકડાઉનને પહેલાથી જ 7 જૂન સુધી વધાર્યું છે
કર્ણાટક
કર્ણાટક સરકારે 7 જૂન સુધી લોકડાઉન ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે, જો લોકો સહયોગ આપશે અને કોરોનાના કેસમાં ઘટાડો થશે તો લોકડાઉનને વધારવાનો સવાલ જ નહી થાય.
આંધ્રપ્રદેશ
આંધ્રપ્રદેશમાં 31મે સુધી કરફ્યૂ વધારવામાં આવ્યું છે.
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર સરકારે પહેલાથી જ 14 એપ્રિલથી લાગુ પડતા પ્રતિબંધોને 15 દિવસ માટે લંબાવી દીધા છે. આ પ્રતિબંધો 1 જૂને સમાપ્ત થશે.
ગોવા
ગોવા સરકારે શનિવારે કોરોના કરફ્યૂ 7 જૂન સુધી વધારવાનો નિર્ણય કર્યો છે.
મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, રાજ્યમાં 1 જૂનથી 'કોરોના કરફ્યૂ'ના પ્રતિબંધોમાં 1 જૂનથી તબક્કાવાર છૂટછાટ હોવા છતાં આવતા અઠવાડિયે આખા પ્રદેશમાં લોકડાઉન અમલમાં રહેશે. પ્રદેશમાં પાંચ ટકાથી વધુ અને તેનાથી ઓછા સંક્રમણ દર વાળા જિલ્લા માટે અનલોકના અલગ-અલગ દિશા-નિર્દેશ હશે.