ગુજરાત

gujarat

ગુજરાતમાં લાવવામાં આવતો રૂપિયા 20 લાખની કિંમતનો દારૂ ઝડપાયો, 2ની ધરપકડ

By

Published : Mar 14, 2021, 9:40 AM IST

Updated : Mar 14, 2021, 2:06 PM IST

જોધપુર ગ્રામીણ પોલીસે શનિવારે 20 લાખ રૂપિયાના હરિયાણા બ્રાન્ડના દારૂની અવૈધ હેરાફેરી બાબતે બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે, આ દારૂ ગુજરાતમાં સપ્લાઇ કરવા જઇ રહ્યા હતા.

ગુજરાતમાં લાવવામાં આવતો 20 લાખની કિંમતનો હરિયાણા બનાવટી દારૂ ઝડપાયો
ગુજરાતમાં લાવવામાં આવતો 20 લાખની કિંમતનો હરિયાણા બનાવટી દારૂ ઝડપાયો

  • 20 લાખ રૂપિયાના દારૂની અવૈધ હેરાફેરી પર પોલીસ ત્રાટકી
  • પોલીસે 218 કાર્ટૂનમાં 2616 વિદેશી દારૂની બોટલો કબજે કરી
  • ટ્રકમાં મગફળી અને ઘાસના કોથળાઓની વચ્ચે દારૂ ભર્યો હતો

જોધપુર: જિલ્લાની ગ્રામીણ પોલીસે શનિવારે 20 લાખ રૂપિયાના હરિયાણા બ્રાન્ડના દારૂની અવૈધ હેરાફેરી બાબતે બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. જોધપુર ગ્રામીણ પોલીસ અધિક્ષક અનિલ કાયલે જણાવ્યું હતું કે, જિલ્લા વિશેષ ટીમ અને જોધપુર ગ્રામીણની સૂચના મુજબ પોલીસ સ્ટેશન ખેડાપાએ સંયુક્ત કાર્યવાહી કરી હતી. આ બાબતે પોલીસને સૂચના મળી હતી કે, ટ્રકમાં અવૈધ રીતે દારૂ લઈ જવામાં આવી રહ્યો છે. આ મામલે કાર્યવાહી કરતાં પોલીસે 218 કાર્ટૂનમાં 2616 વિદેશી દારૂની બોટલો કબજે કરી હતી. સાથે સાથે આ કેસમાં આરોપી મુકેશ દેવાસી અને મહેન્દ્ર સુથારની ધરપકડ પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:ભરૂચ જિલ્લામાં દોઢ માસમાં 75 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો

20 લાખનો દારૂ ઝડપાયો

અનિલ કાયલે જણાવતા કહ્યું હતું કે, દારૂની કિંમત આશરે 20 લાખ રૂપિયા જેટલી છે. વધુમાં માહિતી આપી કે, જોધપુર-નાગૌર હાઈવે પર ખેડાપા પોલીસ સ્ટેશનની સામે નાકાબંધી કરવામાં આવી હતી. નાકાબંધી દરમિયાન ટ્રકને અટકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ટ્રકની તલાશી લેતા, મગફળી અને ઘાસના કોથળાઓથી ભરેલો હોવાનું સામે આવ્યું હતું. તે પછી, કોથળાઓને કાઢી તપાસ કરી તો વિદેશી દારૂના કાર્ટુન જોવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:બનાસકાંઠા LCBએ રૂપિયા 38 લાખનો દારૂ ઝડપી પાડ્યો

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

હાલ, પોલીસે આબકારી કાયદા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપી મુકેશ દેવાસી અને મહેન્દ્ર સુથારની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, પ્રેમારામ લાખારાએ હરિયાણાથી ગેરકાયદેસર દારૂ મંગાવ્યો હતો અને ગુજરાતમાં સપ્લાઇ કરવા જઇ રહ્યા હતા.

Last Updated : Mar 14, 2021, 2:06 PM IST

ABOUT THE AUTHOR

...view details