ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ક્રિકેટર યુવરાજ સિંહની ધરપકડ, આ ક્રિકેટર વિશે કરી હતી અપમાનજનક ટિપ્પણી - ક્રિકેટર યુવરાજ સિંહ ન્યૂઝ

ભારતીય ક્રિકેટ ટીમમાંથી રમતા અનુસૂચિત જાતિના એક ક્રિકેટર વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ હરિયાણા પોલીસે ક્રિકેટર યુવરાજ સિંહની ધરપકડ કરી છે.

cricketer Yuvraj Singh arrested
ક્રિકેટર યુવરાજ સિંહની ધરપકડ

By

Published : Oct 18, 2021, 6:45 AM IST

  • ક્રિકેટર યુવરાજ સિંહની હરિયાણા પોલીસે કરી હતી ધરપકડ
  • સાથી યુવા ક્રિકેટર અંગે જાતિવાચક ટિપ્પણી કરવા બદલ નોંધાયો હતો ગુનો
  • હાઈકોર્ટના આદેશ બાદ ગણતરીના કલાકોમાં જ યુવરાજ જેલમાંથી બહાર

હિસાર: અનુસૂચિત જાતિ અંગે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ હરિયાણાની હિસાર પોલીસે ક્રિકેટર યુવરાજ સિંહની ધરપકડ કરી છે. યુવરાજ પર આરોપ છે કે, ગત વર્ષે તેણે રોહિત શર્મા સાથે લાઈવ ચેટ દરમિયાન યજુવેન્દ્ર ચહલ પર અપમાનજનક ટિપ્પણી કરી હતી.

આ ટિપ્પણી બદલ હરિયાણાના હાંસી શહેર પોલીસ મથકમાં યુવરાજ વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. રવિવારે ધરપકડ કરાયા બાદ પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી. જ્યારબાદ હાઈકોર્ટના આદેશાનુસાર ઔપચારિક જામીન પર છોડી દેવાયો હતો.

શું હતો મામલો ?

યુવરાજ સિંહે રોહિત શર્મા સાથે ઈન્સ્ટાગ્રામ લાઈવમાં વાત કરતી વખતે સાથી યુવા ક્રિકેટર યુજવેન્દ્ર ચહલને લઈને 'મજાક'માં જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ મામલો ઉગ્ર બનતા તેણે સોશિયલ મીડિયા પર માફી પણ માગી હતી.

માફીનામામાં યુવરાજે લખ્યું હતું કે,'હું એક વાત સાફ કરવા માંગુ છું કે, હું રંગ, જાતિ કે ધર્મના આધારે કોઈપણ પ્રકારના ભેદભાવમાં નથી માનતો. મેં લોકોની ભલાઈ માટે જિંદગી જીવી છે અને આગળ પણ જીવવા માંગુ છું.'

તેણે વધુમાં ઉમેર્યું હતું કે,'હું દરેક વ્યક્તિનું સન્માન કરું છું. હું મારા મિત્રો સાથે વાત કરી રહ્યો હતો. તે સમયે થયેલી વાતને ખોટી તરીકે લેવામાં આવી છે. જે ખોટું છે. જાણે અજાણે મારી વાતથી કોઈને દુ:ખ પહોંચ્યું હોય તો તેનો મને ખેદ છે.'

ABOUT THE AUTHOR

...view details