નવી દિલ્હી: હરિયાણાના ભીવાનીના રહેવાસી યુવક પ્રદીપ કાલીરામણાએ પાકના લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની માગ કરવા માટે એક અનોખી રીત શોધી કાઢી. આ યુવકે પોતાના લગ્નના કાર્ડ પર સ્લોગન લખી MSP ગેરંટી માગી હતી. બે અઠવાડિયા પહેલાં વરરાજાએ લગ્નના 1500 કંકોત્રી છાપી હતી અને પરિચિતોને વહેંચી હતી. લગ્નના કાર્યક્રમ સિવાય તેમના દરેક લગ્નના કાર્ડ પર ' જંગ અભી જારી હૈ એમએસપી કી બારી હૈ' લખેલું સ્લોગન (Slogan on marriage card) જોવા મળ્યું. આ સ્લોગન ઉપરાંત ટ્રેક્ટરનો ફોટો પણકાર્ડ પર લગાવવામાં આવ્યો હતો, જેની સાથે નો ફાર્મર્સ, નો ફૂડ (Haryana bridegroom prints slogan on marriage card Demanding MSP law guarantee) લખેલું હતું.
લગ્ન 15 ફેબ્રુઆરીએ છે પણ કાર્ડ ચર્ચામાં આવી ગયું
પ્રદીપ વેલેન્ટાઈન ડે એટલે કે 14 ફેબ્રુઆરીએ સાત ફેરા લેશે. પરંતુ તેનું આમંત્રણ કાર્ડ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યું છે. પ્રદીપ કાલીરામણાના કહેવા પ્રમાણે તેઓ તેમના લગ્ન કાર્ડ દ્વારા એવો સંદેશ આપવા માગે છે કે (Farmers movement against agricultural laws)ખેડૂતોના વિરોધની જીત હજુ પૂરી થઈ નથી. ખેડૂતોની જીત ત્યારે જ જાહેર થશે જ્યારે કેન્દ્ર સરકાર ખેડૂતોને MSP એક્ટ હેઠળ કાયદો બનાવવા માટે લેખિતમાં બાંયધરી આપે. MSP પર કાયદા વિના ખેડૂતો પાસે કંઈ નથી. તેમનું (Haryana bridegroom prints slogan on marriage card Demanding MSP law guarantee) કહેવું છે કે ખેડૂતોની શહાદત અને તેમનું બલિદાન પણ ત્યારે જ પૂર્ણ થશે જ્યારે MSP પર કાયદાકીય ગેરંટી હશે. આ જ કારણ છે કે તેઓએ MSP પર કાયદાકીય ગેરંટી માગતા 1500 લગ્ન કાર્ડ (Slogan on marriage card) છાપ્યાં છે.