ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચંદીગઢની ગૌશાળાઓને યુનિટ દીઠ માત્ર 2 રૂપિયાના દરે વીજળી મળશે - ગૌશાળાને વીજળીના બિલમાં છૂટ

ચંદીગઢમાં નોંધાયેલી ગૌશાળાઓને વીજળીના બિલમાં આ છૂટ આંશિક છુટ આપવામાં આવશે. રાજ્યની એક હજાર જેટલી નોંધાયેલી ગૌશાળાઓ આ સેવાનો લાભ મેળવશે.

ચંદીગઢ
ચંદીગઢ

By

Published : Mar 22, 2021, 8:12 PM IST

  • ગૌશાળાઓને માત્ર 2 રૂપિયાના દરે વીજળી મળશે
  • ફક્ત નોંધાયેલી ગૌશાળાઓને જ લાગુ પડશે આ નિયમ
  • આ નિયમને હરિયાણા વીજળી નિયમન આયોગ દ્વારા મંજૂરી અપાઈ છે

ચંદીગઢ: હરિયાણા સરકારે ગૌશાળાને લઈને મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના નિર્ણય મુજબ હવે ગૌશાળાઓને સસ્તી વીજળી ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગૌશાળાઓને યુનિટ દીઠ માત્ર 2 રૂપિયાના દરે વીજળી મળશે.

જાહેરનામું

નોંધાયેલી ગૌશાળાઓને જ વીજળીના બિલમાં છૂટ મળશે

સરકારે ગૌશાળાઓ માટે વીજળી સસ્તી કરી છે, પરંતુ તેમાં એક વધુ મહત્વની બાબત છે કે, સરકારનો આ નિર્ણય ફક્ત નોંધાયેલી ગૌશાળાઓને જ લાગુ પડશે. આનો અર્થ એ કે, ફક્ત નોંધાયેલી ગૌશાળાઓને જ વીજળીના બિલમાં આ છૂટ મળશે.

આ પણ વાંચો:જસદણ દેવીપૂજક સમાજના પરિવાર દ્વારા ગૌશાળા ટ્રસ્ટને 5 વીઘા જમીનનું દાન

એક હજાર જેટલી નોંધાયેલી ગૌશાળાઓ મેળવશે લાભ

હરિયાણા સરકારના નિર્ણયને હરિયાણા વીજળી નિયમન આયોગ (HERC) દ્વારા પણ મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં એક હજાર જેટલી નોંધાયેલી ગૌશાળાઓ છે, જેને તેનો લાભ મળશે.

આ પણ વાંચો:વાંકાનેરની અંધ-અપંગ ગૌશાળામાં 1100થી વધુ ગાયોનો નિભાવ-દાન માટે દાતાઓને અપીલ

ABOUT THE AUTHOR

...view details