ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Haryana Cylinder blast: પતિ પત્ની અને ચાર બાળકો સહિત પરિવારના 6 સભ્યો જીવતા ભૂંજાયા

હરિયાણામાં આવેલા પાણીપતમાં સિલિન્ડર (Haryana Cylinder blast) બ્લાસ્ટને કારણે એક જ પરિવારના 6 લોકોના મોત થયા છે. અકસ્માતમાં પતિ-પત્ની સહિત ચાર બાળકો જીવતા દાઝી ગયા હોવાની માહિતી મળી રહી છે.

Haryana Cylinder blast: પરિવારના 6 સભ્યો જીવતા દાઝી ગયા, મૃતકોમાં પતિ પત્ની અને ચાર બાળકો
Haryana Cylinder blast: પરિવારના 6 સભ્યો જીવતા દાઝી ગયા, મૃતકોમાં પતિ પત્ની અને ચાર બાળકો

By

Published : Jan 12, 2023, 12:26 PM IST

હરિયાણા- પાનીપતતહસીલ કેમ્પ (Haryana Fire Accident) પાણીપતમાં ગુરુવારે સિલિન્ડર બ્લાસ્ટ (Haryana Cylinder blast) થયો હોવાની માહિતી મળી રહી છે. અહીં ઘરમાં સિલિન્ડરમાં આગ લાગવાને કારણે બ્લાસ્ટ થયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ બનાવમાં પતિ-પત્ની સહિત ચાર બાળકો જીવતા સળગી જવાના કારણે મૃત્યુ પામ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ પરિવાર મૂળ પશ્ચિમ બંગાળનો છે.જે હરિયાણામાં આવીને રહેતો હતો.

આ પણ વાંચો સુરતમાં ગેસ સિલિન્ડર ભરેલા વાહનમાં આગ લાગી, દોડધામના દ્રશ્યો સામે આવ્યાં

ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે ઘટનાની માહિતી પોલીસ અને ફાયર બ્રિગેડને મળતાની સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. થોડા દિવસ પહેલા પણ આવો જ એક બનાવ સામે આવ્યો હતો જેમાં ઝૂંપડપટ્ટી બળીને રાખ થઈ ગઈ હોવાની જાણકારી મળી હતી.

બે પુત્રો સાથે પાણીપતમાં રહેતા પરિવારના કર્તાહરતા અબ્દુલ કરીમ અને તેમની પત્ની અફરોઝા પહેલાથી જ તેમના બે પુત્રો સાથે પાણીપતમાં રહેતા હતા. તેમની બંને પુત્રીઓ પશ્ચિમ બંગાળમાં રહેતી હતી. અબ્દુલ કરીમ તેની મોટી દીકરી ઈશરત ખાતુન સાથે પાણીપતમાં લગ્ન કરવા માગતો હોવાથી લગભગ એક મહિના પહેલા બંને દીકરીઓને અહીં બોલાવવામાં આવી હતી. રવિવારે છોકરાઓ ઈશરત ખાતુનને જોવા માટે આવવાના હતા. પોલીસ એસપી શશાંક કુમાર સાવને કહ્યું હતું કે, આ ઘટના વહેલી સવારે બની હતી. ગણતરીના કલાકમાં આખો રૂમ આગની ચપેટમાં આવી ગયો હતો. એટલું જ નહીં પરિવારના સભ્યોને બહાર ભાગવાનો પણ મોકો મળ્યો ન હતો.પરિવારના સભ્યોના મૃતદેહને પોસ્ટમોર્ટમ હેતું મોકલી દેવામાં આવ્યા છે. જોકે, હરિયાણામાં આ પ્રકારે ગેસ સિલિન્ડર ફાટ્યો હોય એવી આ પહેલી ઘટના નથી.

આ પણ વાંચો વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં વિશ્વાસ કોલોનીમાં આવેલા ટોટલ હેલ્થ સ્ટુડિયોમાં આગ

તમામના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાણીપતના ડીએસપી ધરમવીરે જણાવ્યું કે હાલમાં તમામના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાણીપત સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતના બાકીના કારણો જાણવા મળશે. હાલ આસપાસના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પહેલા પણ સોમવારે હરિયાણાના રેવાડી જિલ્લામાંથી સિલિન્ડર બ્લાસ્ટના સમાચાર સામે આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details