ચંદીગઢ:હરિયાણા કોંગ્રેસ ધારાસભ્ય (Haryana Congress Legislature Party) આફતાબ અહેમદે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની (Central Minister Smriti Irani) વિશે વિવાદાસ્પદ ટ્વીટ કર્યું છે. આફતાબ અહેમદે ટ્વિટમાં લખ્યું કે સ્મૃતિ ઈરાની વિશે રીસર્ચ કર્યા બાદ જાણવા મળ્યું કે રેસ્ટોરન્ટમાં કામ કરતી વખતે સ્મૃતિ અમીર મોનાને મળી હતી. એની સાથે મિત્રતા થઈ, મોનાએ તેમના ફ્લેટનું ભાડું ઘણી વખત ચૂકવ્યું હતું. એને પોતાના ઘરમાં રાખી, સ્મૃતિને મોનાના પતિ સાથે મિત્રતા (Smriti Irani Marriage) થઈ હતી. મોનાએ છૂટાછેડા લીધા અને સ્મૃતિએ એની મિત્રના પતિ સાથે લગ્ન કરી લીધા.
આ પણ વાંચો: ગુજરાતીઓ પરના નિવેદન પર ફસાયા કોશિયારી, CM શિંદે ભરી શકે છે મોટુ પગલું
ભાજપ ચોખવટ કરે:ધારાસભ્ય આફતાબ અહેમદે કહ્યું છે કે, વર્ષ 2004ની લોકસભા ચૂંટણીમાં ભરાયેલા એફિડેવિટમાં તેમણે બી.એ અને વર્ષ 2014માં એફિડેવિટમાં બીકોમ હોવાનું જણાવ્યું હતું. ભાજપને કહો કે એ વાતનો ખુલાસો કરે છે આખરે સત્ય શું હતું. સ્મૃતિ ઈરાની જૂઠું કેમ બોલે છે? ઈરાની શું જવાબ આપશે? જોકે, એમની એક ટ્વીટથી વિવાદ થઈ રહ્યો છે. આફતાબ અહેમદે એમ પણ કહ્યું કે વડાપ્રધાન મોદીએ ગુજરાત રમખાણોના મુદ્દે રાજીનામું આપી દેવું જોઈએ. જ્યારે ભાજપે સ્મૃતિને પોતાનું નિવેદન પાછું ખેંચવા કહ્યું છે. સ્મૃતિએ પાર્ટીની કાર્યવાહીથી બચવા માટે પોતાનું નિવેદન પાછું ખેંચ્યું હતું. શું સ્મૃતિ ઈરાની સાચી છે? ભાજપ આ મામલેના સ્પષ્ટ કરે. આ બાબત પર યોગ્ય ખુલાસો કરે.
સ્મૃતિ ઈરાનીએ પોતાની ફ્રેન્ડના પતિ સાથે લગ્ન કર્યા, કોંગ્રેસ ધારાસભ્યનો દાવો માફી માંગો: આટલું જ નહીં ધારાસભ્ય આફતાબે ટ્વીટ કરીને લખ્યું કે ગોવામાં સ્મૃતિ ઈરાનીની પુત્રીનું રેસ્ટોરન્ટ ચલાવવાનું લાયસન્સ મળ્યું નથી, તેમની સામે કાર્યવાહી કેમ ન થઈ. આ સિવાય તેણે હૈદરાબાદ યુનિવર્સિટીમાં રોહિત વેમુલા દ્વારા કરવામાં આવેલા આત્મહત્યાના કેસનો પણ ઉલ્લેખ કર્યો છે. આફતાબ અહેમદનું આ વિવાદાસ્પદ નિવેદન ત્યારે આવ્યું છે.
આ પણ વાંચો: શિક્ષક ભરતી કૌભાંડની આરોપી અર્પિતા મુખર્જીની માતા જીવે છે આવું જીવન
રાષ્ટ્રપતિ પર ટિપ્પણી: જ્યારે અધીર રંજન ચૌધરીએ એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને 'રાષ્ટ્રીય પત્ની' કહ્યા હતા. ત્યારથી સંસદમાં આ મામલો ગરમાયો હતો. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પાસેથી માફી માંગવાની માંગ કરી હતી. તેમણે મહિલા રાષ્ટ્રપતિનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો.
સ્મૃતિ ઈરાનીએ પોતાની ફ્રેન્ડના પતિ સાથે લગ્ન કર્યા, કોંગ્રેસ ધારાસભ્યનો દાવો સત્ર સ્થગિત: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંસદમાં હંગામા પછી, જ્યારે ગુરુવારે બપોરે 12 વાગ્યે સત્ર સ્થગિત કરવામાં આવ્યું હતું. એ સમયે કોંગ્રેસ અધ્યક્ષ ભાજપ સભ્ય રમા દેવી સાથે વાત કરવા પહોંચ્યા હતા. સોનિયા ગાંધી જાણવા માંગતા હતા કે તેને આ મામલે કેમ ખેંચવામાં આવે રહી છે. અહેવાલ છે કે આ દરમિયાન ઈરાની મધ્યમાં પહોંચી ગયા અને ગાંધી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે સોનિયાએ ઈરાનીના વિરોધને નજરઅંદાજ કરવાનો પ્રયાસ કર્યો અને પોતાની નારાજગી પણ વ્યક્ત કરી. સ્મૃતિ ઈરાની અને સોનિયા વચ્ચે શરૂ થયેલા તણાવ બાદ બંને પક્ષો પોતપોતાના મુદ્દા પર અડગ છે.