ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હવે ગોલ્ડન ટેમ્પલમાં નહીં વાગે આ સંગીત વાદ્ય - ગિયાની હરપ્રીત સિંહનું નિવેદન

શ્રી અકાલ તખ્ત સાહિબના જથેદાર જ્ઞાની હરપ્રીત સિંહે શ્રી હરમંદિર સાહિબની અંદર હાર્મોનિયમનો ઉપયોગ બંધ કરવાનો આદેશ આપ્યો (Remove harmonium from Golden Temple) છે. નોંધનીય છે કે, જથેદાર ગિયાની હરપ્રીત સિંહના આદેશ બાદ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધન સમિતિએ પણ આ આદેશોને લાગુ કરવાનો નિર્ણય ( Golden Temple remove harmoniums) લીધો છે.

હવે ગોલ્ડન ટેમ્પલમાં નહીં વાગે આ સંગીત વાદ્ય
હવે ગોલ્ડન ટેમ્પલમાં નહીં વાગે આ સંગીત વાદ્ય

By

Published : May 26, 2022, 8:31 AM IST

અમૃતસરઃશ્રી અકાલ તખ્ત સાહિબના જથેદાર ગિયાની હરપ્રીત સિંહે શ્રી હરમંદિર સાહિબની અંદર હાર્મોનિયમનો ઉપયોગ બંધ કરવાનો આદેશ આપ્યો (Remove harmonium from Golden Temple) છે. નોંધનીય છે કે, જથેદાર ગિયાની હરપ્રીત સિંહના આદેશ બાદ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધન સમિતિએ પણ આ આદેશોને લાગુ કરવાનો નિર્ણય લીધો ( Golden Temple remove harmoniums) છે.

આ પણ વાંચો:રમખાણ અને હિંસા બાદ આંધ્ર પ્રદેશના અમલાપુરમમાં સ્થિતિ આખરે થાળે પડી, હવે પોલીસ ભરશે આ પગલું

અંગ્રેજો દ્વારા ભારતમાં લાવવામાં આવેલ સાધન:શ્રી અકાલ તખ્ત સાહિબના જથેદાર ગિયાની હરપ્રીત સિંહે આ આદેશોના સંબંધમાં (Golden Temple harmonium controversy) કહ્યું છે કે, હાર્મોનિયમ એ ગુરુ સાહેબો દ્વારા ઉપયોગમાં લેવાતું સાધન નથી, પરંતુ અંગ્રેજો દ્વારા ભારતમાં લાવવામાં આવેલ એક સાધન છે. તે બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં લાવવામાં (harmonium banned in Golden Temple) આવ્યું હતું. SGPC પ્રમુખ એચએસ ધામીએ પણ આ નિર્ણય સાથે સહમતિ દર્શાવી છે.

હરોમિનિયમનો ઉપયોગ બંધ કરવામાં આવશેઃશ્રી હરમંદિર સાહિબમાં હરોમિનિયમનો ઉપયોગ આદેશ બાદ તરત જ બંધ કરવામાં આવશે નહીં. તેને ધીરે ધીરે દૂર કરવામાં આવશે. શ્રી હરમંદિર સાહિબમાં કીર્તન જૂથો ધીમે ધીમે તેનો ઉપયોગ કરવાનું બંધ કરશે. જેથી કરીને સુવર્ણ મંદિરમાં આવતા ભક્તોને પણ તેની આદત પડી જાય. આદેશ મુજબ શ્રી હરમંદિર સાહિબમાં કીર્તન દરમિયાન પરંપરાગત સંગીતનાં સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે, હાર્મોનિયમનો સૌપ્રથમ ઉપયોગ 1901માં શ્રી હરમંદિર સાહિબમાં થયો હતો. હવે લગભગ 122 વર્ષ પછી હાર્મોનિયમના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને 125 વર્ષ પછી તે સંપૂર્ણપણે બંધ થઈ જશે.

આ પણ વાંચો:IPL 2022: RCBએ LSGને હરાવ્યું, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ક્વોલિફાયર 2માં પહોંચ્યું

કીર્તન દરમિયાન હાર્મોનિયમ બંધ: શ્રી હરમંદિર સાહિબમાં, કીર્તન દરમિયાન હાર્મોનિયમ બંધ રાખવાની સાથે સાથે પરંપરાગત વાદ્યો સાથે કીર્તન કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. શ્રી હરમંદિર સાહિબમાં 15 બેચ છે. જેઓ શ્રી હરમંદિર સાહિબમાં 20 કલાક કીર્તન કરે છે. આવા 5 ગ્રુપ પણ છે જે હાર્મોનિયમને બદલે રબાબ અને સરંડા સાથે કીર્તન કરે છે. જેના કારણે અન્યોની તાલીમ પણ શરૂ થઈ ગઈ છે. તાલીમ બાદ આગામી સમયમાં તમામ બેચ હાર્મોનિયમ વિના કીર્તન કરવા તૈયાર થશે.

અકાલ તખ્ત શું છે?:અકાલ તખ્ત એ શીખોની સર્વોચ્ચ ધાર્મિક સંસ્થા (Akal Takht on Statement harmonium) છે. અકાલ તખ્ત સાહિબ એટલે શાશ્વત સિંહાસન. આ તખ્ત ગુરુદ્વારા અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં સ્થાપિત (what is akal takht) કરવામાં આવ્યું હતું. તે અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ સંકુલનો એક ભાગ છે. તેનો પાયો 1609માં શીખોના છઠ્ઠા ગુરુ શ્રી ગુરુ હરગોબિંદ સાહેબે નાખ્યો હતો. અકાલ તખ્ત 5 તખ્તોમાંથી પ્રથમ અને સૌથી જૂનું છે.

ABOUT THE AUTHOR

...view details